PM મોદી સોમનાથ મંદિર પાસે બનેલા સર્કિટ હાઉસનું આજે કરશે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન, ઘણી સુવિધાઓથી છે સજ્જ

|

Jan 21, 2022 | 8:28 AM

આ સર્કિટ હાઉસ 30 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને સોમનાથ મંદિરની પાસે છે. તેમાં વીઆઈપી અને ડિલક્સ રૂમ છે.

PM મોદી સોમનાથ મંદિર પાસે બનેલા સર્કિટ હાઉસનું આજે કરશે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન, ઘણી સુવિધાઓથી છે સજ્જ
PM Narendra Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સોમનાથ મંદિર (Somnath Temple)ની નજીક બનેલા સર્કિટ હાઉસ (Circuit house)નું ઉદ્ઘાટન કરશે. જેમાં મંદિરની પાસે દરિયા કિનારે આવેલો વોકવે, સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને પ્રાચીન સોમનાથ મંદિર પરિસરનું પુનઃનિર્માણ મુખ્ય છે. કોરોનાના કારણએ વડાપ્રધાન 11 વાગ્યા સોમનાથમાં નવા સર્કિટ હાઉસનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ વડાપ્રધાનનું સંબોધન પણ હશે, જેમાં તે સોમનાથ મંદિરની પાસે બનેલા સર્કિટ હાઉસ વિશે વાત કરશે. આ નવા સર્કિટ હાઉસનું નિર્માણ 30 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે અને તે સોમનાથ મંદિરની નજીક છે.

ગુરૂવારે રાત્રે વડાપ્રધાન મોદીએ કર્યુ હતું ટ્વીટ

PMOના એેક નિવેદનમાં કહેવામાં આવ્યું કે સોમનાથ મંદિરમાં દર વર્ષે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. નવા સર્કિટ હાઉસની જરૂરિયાત હતી, કારણ કે હાલમાં સરકારી સુવિધા મંદિરથી ઘણી દૂર હતી. આ સર્કિટ હાઉસ 30 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને સોમનાથ મંદિરની પાસે છે. તેમાં વીઆઈપી અને ડિલક્સ રૂમ છે. ત્યારે કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ હોલ વગેરે ટોપ લેવની સુવિધાઓ પણ છે. સર્કિટ હાઉસને એ પ્રકારે બનાવવામાં આવ્યું છે કે દરેક રૂમમાંથી દરિયાનું દ્રશ્ય દેખાય છે.

ઓડીટોરીયમ હોલ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી

આ આલીસાન ચાર માળના અતિથિ ગૃહ કુલ પ્લોટ 15,000 ચો.મી. એરીયામાં ફેલાયેલ છે. જેનો કુલ કાર્પેટ એરિયા 7077.00 ચો.મી. છે. અધ્યતન સુવિધા સાથેના આ સરકીટ હાઉસમાં 2 વીવીઆઈપી સ્યુટ રૂમ, 8 વીવીઆઈપી રૂમ, 8 વીઆઈપી રૂમ, 24 ડીલક્ષ રૂમ સાથે કિચન, જનરલ અને વીઆઈપી ડાઈનીંગ, સ્ટોર રૂમ, કોન્ફરન્સ રૂમ અને 200 લોકોને સમાવતો ઓડીટોરીયમ હોલ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સરકીટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે.

 

આ પણ વાંચો: ખોડલધામ કાગવડના પંચવર્ષીય પાટોત્સવની વર્ચ્યુઅલી ઉજવણી, 10 હજારથી વધુ LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ થશે

આ પણ વાંચો: અમદાવાદમાં રાત્રે 10 વાગ્યા સુધી કોરોના ટેસ્ટ થશે, સામુહિક આરોગ્ય કેન્દ્રો પર થશે ટેસ્ટ

Published On - 8:13 am, Fri, 21 January 22

Next Article