Mann Ki Baat: આજે PM મોદી કરશે ‘મન કી બાત’, આ મહત્વના મુદ્દા પર કરી શકે છે ચર્ચા

|

Mar 27, 2022 | 8:23 AM

આવતા અઠવાડિયે શરૂ થઈ રહેલી ચૈત્રી નવરાત્રીના કારણે PM મોદી આ વખતે મહિલા સશક્તિકરણના મુદ્દે ચર્ચા કરી શકે છે. 2014માં સત્તામાં આવ્યા બાદ પીએમ મોદીએ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેમાં તેઓ દેશની જનતા સાથે તમામ મુદ્દાઓ પર વાત કરે છે.

Mann Ki Baat: આજે PM મોદી કરશે મન કી બાત, આ મહત્વના મુદ્દા પર કરી શકે છે ચર્ચા
PM Narendra Modi

Follow us on

Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં (Mann Ki Baat Program) દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેયર કરશે. તમને જણાવી દઈએ કે આ માસિક રેડિયો કાર્યક્રમનો 87મો એપિસોડ હશે. ઓલ ઈન્ડિયા રેડિયો ઉપરાંત મન કી બાતનું દૂરદર્શન સમાચાર, વડાપ્રધાન કાર્યાલય (PMO) અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની YouTube ચેનલો પર પણ live પ્રસારણ કરવામાં આવશે.

આવતા અઠવાડિયે શરૂ થઈ રહેલી ચૈત્રી નવરાત્રીના કારણે મોદી આ વખતે મહિલા સશક્તિકરણના મુદ્દે ચર્ચા કરી શકે છે. આ સાથે તેઓ રશિયા-યુક્રેન યુદ્ધને (Russia Ukraine War) લઈને વાત કરી શકે છે.

ઓલ ઈન્ડિયા રેડિયો પરથી હિન્દી પ્રસારણ પછી તરત જ તેને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. પ્રાદેશિક ભાષામાં કાર્યક્રમ રાત્રે 8 વાગ્યે ફરી PM મોદીને સાંભળી શકાશે. ‘મન કી બાત’ એ વડાપ્રધાનનો માસિક રેડિયો કાર્યક્રમ છે, જે દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. 2014માં સત્તામાં આવ્યા બાદ પીએમ મોદીએ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેમાં તેઓ દેશની જનતા સાથે તમામ મુદ્દાઓ પર વાત કરે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

પહેલો એપિસોડ 2014માં પ્રસારિત થયો હતો

આ કાર્યક્રમ સામાન્ય રીતે મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. તેનો પહેલો એપિસોડ ઑક્ટોબર 2014માં પ્રસારિત થયો હતો અને 2019ના ટૂંકા ગાળા સિવાય અવિરત ચાલી રહ્યો છે, જ્યારે વડાપ્રધાને તેને લોકસભા ચૂંટણી દરમિયાન બંધ કરી દીધો હતો. જેમાં તેઓ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવા સાથે મહિનાની મુખ્ય પ્રવૃત્તિઓ અને આગામી તહેવારો અને કાર્યક્રમોની પણ ચર્ચા કરે છે.

ગયા વખતે ચર્ચાનો વિષય શું હતો?

ગયા એપિસોડામાં તેમણે કહ્યું હતું કે છેલ્લા સાત વર્ષમાં 200થી વધુ ચોરાયેલી મૂર્તિઓ અને હેરિટેજ સ્મારકો વિવિધ દેશોમાંથી પાછા લાવવામાં આવ્યા છે અને આ સફળતા ભારત પ્રત્યે બદલાતા વિશ્વ દૃષ્ટિકોણનું ઉદાહરણ છે. PMએ કહ્યું હતું કે જ્યારે દેશની કોઈ પણ કિંમતી વારસો પરત આવે છે, ત્યારે એક ભારતીય તરીકે દરેકને સંતોષ મળે તે સ્વાભાવિક છે. વધુમાં તેમણે કહ્યું હતુ કે દેશના હજારો વર્ષોના ઈતિહાસમાં હંમેશા એક પછી એક મૂર્તિઓ બનાવવામાં આવી છે અને તે સમયની અસર પણ દરેક મૂર્તિના ઈતિહાસમાં જોવા મળે છે.

આ પણ વાંચો  : ભારત અને માલદીવ વચ્ચે મુસાફરી બનશે સરળ, બંને દેશો આ બાબત પર થયા સહમત

Published On - 8:22 am, Sun, 27 March 22

Next Article