Good Friday Wishes : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શુક્રવારે ગુડ ફ્રાઈડે નિમિત્તે ઈસુ ખ્રિસ્તને યાદ કર્યા. તેમણે તેમની હિંમત અને બલિદાનને આદર્શ ગણાવ્યા જે આજે પણ ઘણા લોકોને માર્ગદર્શન આપે છે. PM મોદીએ પોતાના ટ્વીટમાં(Tweet) લખ્યું, ‘આજે ગુડ ફ્રાઈડેના અવસર પર અમે ઈસુ ખ્રિસ્તના (Jesus Christ) સાહસ અને બલિદાનને યાદ કરીએ છીએ. તેમના સેવા અને ભાઈચારાના આદર્શો ઘણા લોકો માટે માર્ગદર્શક છે.
તમને જણાવી દઈએ કે, ગુડ ફ્રાઈડે એ ખ્રિસ્તી લોકોનો મુખ્ય તહેવાર છે, જે ઈસુ ખ્રિસ્તના બલિદાન અને દુઃખના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. ગુડ ફ્રાઈડે મનાવવાનું કારણ એ છે કે આ દિવસે જિસસ ક્રાઈસ્ટને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા હતા.
ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ એ ખૂબ જ પીડાદાયક અનુભવ હતો, જો કે લોકો તેનો આદર કરે છે. તેઓ માને છે કે ઈસુ ખ્રિસ્તે તેમના પાપો માટે છેલ્લું બલિદાન આપ્યું હતું. બાઇબલ અનુસાર ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા હતા. બાદમાં ક્રુસિફિકેશન દ્વારા તેને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. તેને કાંટાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને તેનો ક્રોસ એક ટેકરી પર લઈ જવાની ફરજ પાડવામાં આવી હતી. આ અંગેની પ્રતિકાત્મક તસવીરો પણ છે, જેને જોઈને જ જાણી શકાય છે કે તેની સાથે કેટલી ક્રૂરતા કરવામાં આવી હતી.
We remember the courage and sacrifices of Jesus Christ today on Good Friday. His ideals of service and brotherhood are the guiding light for several people.
— Narendra Modi (@narendramodi) April 15, 2022
ગુડ ફ્રાઈડેને હોલી ફ્રાઈડે, ગ્રેટ ફ્રાઈડે અને બ્લેક ફ્રાઈડે પણ કહેવામાં આવે છે. જ્યોર્જિયન અને જુલિયન કેલેન્ડરના આધારે દર વર્ષે આ દિવસ બદલાઈ શકે છે. ઇસુ ખ્રિસ્તને પણ ક્રુસિફિકેશન દ્વારા મરવા માટે છોડી દેવામાં આવ્યા હતા. તેમણે અને તેમના અનુયાયીઓ તેમના મૃત્યુના આગલા દિવસે તહેવારમાં ભાગ લીધો હતો. પછી તેણે ગેથસેમાનેના બગીચાની પણ મુલાકાત લીધી. તેણે તેના જીવનની અંતિમ ઘડીમાં પિતાને પ્રાર્થના કરી.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-