ખેડૂતોનું નસીબ હવે ચમકશે, PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને નવા 35 પાકની આપી ભેટ

|

Sep 28, 2021 | 1:02 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ પાકના 35 નવી જાતના બીજ દેશને સમર્પિત કર્યા છે.

ખેડૂતોનું નસીબ હવે ચમકશે, PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને નવા 35 પાકની આપી ભેટ
PM NARENDRA MODI

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાને વિવિધ પાકના કુલ 35 જાતના બીજ-બિયારણ દેશને સમર્પિત કર્યા છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, સરકાર નાના ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે. અમારો પ્રયાસ ખેડૂતોને સીધો લાભ આપવાનો છે. તેમણે કહ્યું કે, કોઈ પણ વચેટિયા વગર તેઓ સીધા ખેડૂતો સુધી પહોંચવા માટે કામ કરી રહ્યા છે. વિવિધ પાકની નવી 35 જાતો રજૂ કરવામાં આવી છે જેમાં ઘઉં, ડાંગર, તુવેર, સોયાબીન, સરસવ, મકાઈ, જુવાર, બાજરી, ચણાના પાકનો સમાવેશ થાય છે.

ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજના
આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ અદ્યતન પધ્ધતિએ ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે, સરકારે ખેડૂતોને સુધારેલા બિયારણ આપ્યા છે. સોઇલ હેલ્થ કાર્ડ, ખાતરની ઉપલબ્ધતા, ટેકાના ભાવે ( MSP) વિક્ર્મી ખરીદી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) દ્વારા ખાસ લાક્ષણિકતાઓ ધરાવતી પાકની જાતો વિકસાવવામાં આવી છે. ખેડૂતોને બિયારણ બજારમાંથી તમામ મદદ પૂરી પાડવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. તો સાથોસાથ પીએમ કિસાન સન્માન નિધિ (પીએમ કિસાન) વિશે પણ વિગતે જણાવ્યું હતુ.

વડાપ્રધાને નેશનલ બાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટનું કેમ્પસ રાષ્ટ્રને સમર્પિત કર્યું. રાયપુર ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બાયોલોજિકલ સ્ટ્રેસ મેનેજમેન્ટની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાએ શૈક્ષણિક સત્ર 2020-21થી પીજી અભ્યાસક્રમો શરૂ કર્યા છે. ઉત્તરાખંડના એક ખેડૂત સાથેની વાતચીતમાં પીએમ મોદીએ પૂછ્યું કે, તમે જે નવી ખેતી પદ્ધતિ અપનાવી છે તેનાથી તમને શું ફાયદો થયો? ખેડૂતે જણાવ્યું કે તેણે દેવભૂમિમાં પણ એ જ રીતે મકાઈની ખેતી શરૂ કરી.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

કૃષિ અને વિજ્ઞાન વચ્ચે સુમેળ
પીએમ મોદીએ ખેતી માટે નવી ટેકનોલોજી વિકસાવવા માટે કૃષિ વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા કહ્યુ કે, કૃષિ હંમેશા વિજ્ઞાન રહ્યું છે. કૃષિ અને વિજ્ઞાન વચ્ચે સમન્વય જળવાઈ રહ્યો છે.

આજે ખેડૂતોને સમર્પિત કરાયેલ કૃષિ બીજની નવી જાતોને ભારતીય આબોહવાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. નેશનલ બાયોટિક્સ સ્ટ્રેસ મેનેજમેન્ટ, કૃષિ પાક પર આબોહવા પરિવર્તનની અસરનું મૂલ્યાંકન કરશે અને તેના આધારે ખેડૂતોને થતી સમસ્યાનો સામનો કરવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચોઃ કુદરતી આપત્તિ સામે લોકોને સુરક્ષિત રાખવા દેશભરમાં આપદા મિત્ર બનાવાશે, કોમન એલર્ટ પ્રોટોકોલ અમલમાં લવાશેઃ અમિત શાહ

આ પણ વાંચોઃ સિંગાપોર પછી ભારતે નેપાળમાં ‘કાલા નમક ચોખા’ની નિકાસ કરી, જાણો તેની ખેતી અને ઉત્પાદન વિશે

Next Article