NAMO એપ દ્વારા સીધા જ પીએમ મોદીને જન્મદિવસની મોકલો શુભેચ્છાઓ, ભાજપ લોન્ચ કર્યું સેવાભાવ અભિયાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એટલે કે 17મી સપ્ટેમ્બરે તેમનો 73મો જન્મદિવસ છે જેની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. આ દરમિયાન ભાજપે પીએમ મોદીના જન્મદિવસની દેશભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. જોકે આ વચ્ચે તમે પણ PM ને NAMO એપ દ્વારા સીધા જ જન્મદિવસની મોકલો શુભેચ્છાઓ મોકલી શકો છો.

NAMO એપ દ્વારા સીધા જ પીએમ મોદીને જન્મદિવસની મોકલો શુભેચ્છાઓ, ભાજપ લોન્ચ કર્યું સેવાભાવ અભિયાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 3:34 PM

ભારતીય જનતા પાર્ટી (BJP) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે રવિવારે ‘સેવા પખવાડિયા’ ની શરૂઆત કરવામાં આવી છે. મહત્વનુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ના ભાગ રૂપે NAMO એપ દ્વારા ‘એક્સપ્રેસ યોર સેવા ભવ’ અભિયાનની શરૂઆત કરી છે. આને લઈ ભાજપ દ્વારા કહેવામા આવ્યું કે આ અભિયાનનો હેતુ નાગરિકોને દેશની સેવા કરવા માટે પ્રેરિત કરવાનો છે.

ભાજપે આ દરમ્યાન જણાવ્યુ હતું કે કરોડો ભારતીયો PM નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવે છે. આ વર્ષે NAMO એપનો ઉપયોગ કરીને લોકો Video મેસેજ દ્વારા PM નરેન્દ્ર મોદીને તેમની શુભકામનાઓ પણ આપી શકે છે. દરેક લોકોએ તેમનો Video  NAMO એપ પર અપલોડ કરવાનો રહેશે. Video વોલ પર નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી શુભકમનાના વીડિયો દેખાશે.

આ પણ વાંચો : PM Narendra Modi Birthday: ગોળી કે બ્લાસ્ટની કોઈ અસર નહીં, PM Modiની આ કાર છે સૌથી ‘શક્તિશાળી’

નાક, ફેફસાં અને ગળામાં ભરાયેલા કફને દૂર કરવાનો આ છે રામબાણ ઈલાજ, જાણી લો
500 રૂપિયાની નોટ અહીં જતાં જ બની જાય છે 1.5 લાખ રૂપિયા ! જાણો કઈ છે જગ્યા ?
રાજગરાનું સેવન કરવાથી થાય છે અનેક લાભ
સવારે ખાલી પેટ હળદરનું પાણી પીવાથી જાણો શું થાય છે?
Useful Almond peels : પલાળેલી બદામની છાલને ફેંકી દેતા હોવ તો પહેલા જાણી લો તેનો સાચો ઉપયોગ
આ ગુજરાતી ગાયક દેશમાં જ નહિ વિદેશમાં પણ ખુબ ફેમસ છે, જુઓ ફોટો

ભાજપે કહ્યું કે આમાંથી કોઈપણ એક સેવા પસંદ કરી શકાય છે.

આત્માનિર્ભર: યુઝર્સ એવી પ્રવૃત્તિ કરતા ફોટો શેર કરી શકે છે જે ભારતને આત્મનિર્ભર બનાવશે.

રક્તદાન : રક્તદાન કરતી વખતે Video પણ તમે શેર કરી શકો. કારણ કે રક્તદાન કરતાં લોકો ઘણા લોકોને અમૂલ્ય જીવન આપશે.

કેચ ધ રેન : NaMo એપ્લિકેશન વપરાશકર્તાઓ વરસાદી પાણીના સંરક્ષણ માટે સ્થાનિક ઉકેલોના Video અપલોડ કરી શકે છે, જે ‘કેચ ધ રેઈન’ અભિયાન વિશે જાગૃતિ લાવવામાં મદદ કરશે.

ડિજિટલ ઈન્ડિયાનું નેતૃત્વ : વપરાશકર્તાઓ તેમના રોજિંદા જીવનમાં ડિજિટલ/ટેક ઈનોવેશન અપનાવતા અથવા અન્ય કોઈને તેને અપનાવવામાં મદદ કરતા હોવાનો વીડિયો પોસ્ટ કરી શકે છે.

એક ભારત શ્રેષ્ઠ ભારત : વપરાશકર્તાઓ ભારતની જીવંત વિવિધતા અને સુંદર સંસ્કૃતિને દર્શાવવા માટે ભારતની અનન્ય પહેલની ઉજવણી કરતી વીડિઓઝ અપલોડ કરી શકે છે.

લાઇફ : પ્રો પ્લેનેટ પીપલ: લોકો પીએમ મોદીના વૈશ્વિક સ્તરે સ્વીકૃત મંત્ર ‘પર્યાવરણ માટે જીવનશૈલી’ પ્રત્યે તેમની ક્રિયા દર્શાવતા ફોટા શેર કરી શકે છે.

સ્વચ્છ ભારત : એપ યુઝર્સ Video શેર કરી શકે છે જ્યાં તેઓએ તેમની આસપાસની સફાઈ માટે પહેલ કરી છે.

ટીબી મુક્ત ભારત : ટીબીના દર્દીને દત્તક લઈ શકાય છે. તેના માટે પોષણ, દવા, જાગૃતિ વગેરે જેવી આવશ્યક સેવાઓ પૂરી પાડવાનો સંકલ્પ લઈ શકાય.

વોકલ ફોર લોકલ : લોકો સ્થાનિક રીતે ઉત્પાદિત માલ ખરીદી શકે છે અને વેચનાર સાથે ફોટો પડાવી શેર કરી શકો છો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">