
નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7.15 કલાકે યોજાશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મોદીની સાથે ભાજપ અને એનડીએના ઘણા સાંસદો આજે મંત્રી તરીકે શપથ લેશે. તો અનેક પૂર્વ મંત્રીઓના પત્તા કપાઈ શકે છે. જ્યારે અનેત નવા ચહેરાને તક મળી શકે છે. મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાત દેશોના વિદેશી મહેમાનો હાજરી આપશે. શપથ ગ્રહણ સમારોહને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દિલ્હીને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. પહેલા મોદી રાજઘાટ અને સદૈવ અટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગાંધીજીને અને અટલજીને શ્રદ્ધાંજલિ આપી. આ પછી તેઓ વોર મેમોરિયલ પહોંચ્યા. અહીં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
મોદીના શપથ ગ્રહણ સંબંધિત દરેક અપડેટ માટે આ પેજ પર જોતા રહો.
Published On - 8:32 am, Sun, 9 June 24