PM મોદીના UAE-કુવૈત પ્રવાસ પર ઓમિક્રોનનું ‘ગ્રહણ’,6 જાન્યુઆરીએ બંને દેશના પ્રવાસે જવાના હતા

|

Dec 29, 2021 | 7:27 PM

કોરોના વાઈરસનો ઓમિક્રોન વેરિઅન્ટ સમગ્ર વિશ્વમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકા અને યુરોપ તેનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ત્યારે વડાપ્રધાનની પણ UAE-કુવૈતની મુલાકાત રદ થઇ છે.

PM મોદીના UAE-કુવૈત પ્રવાસ પર ઓમિક્રોનનું ગ્રહણ,6 જાન્યુઆરીએ બંને દેશના પ્રવાસે જવાના હતા
PM Narendra Modi (FILE PHOTO)

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કુવૈતની મુલાકાત કોરોના વાઈરસ (Coronavirus)ના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) ના વધતા કેસોને લઈને મોકૂફ રાખવામાં આવી છે. PM મોદીની ખાડીના આ બે દેશોની મુલાકાત 6 જાન્યુઆરીએ થવાની હતી. સાઉથ બ્લોકના સૂત્રોના જણાવ્યા અનુસાર ઓમિક્રોન કેસ (Omicron case)ની વધતી સંખ્યાને કારણે મુલાકાતને ફરીથી શેડ્યૂલ કરવી પડશે અને સંભવતઃ ખાડી દેશોની આ મુલાકાત ફેબ્રુઆરીમાં યોજવામાં આવી શકે છે.

 

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકા અને યુરોપ તેનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. યુએસમાં ઓમિક્રોન વેરિઅન્ટે હવે ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાન લીધું છે અને 58 ટકા કેસ થવા પાછળ ઓમિક્રોન વેરિઅન્ટ જ જવાબદાર છે. યુકેમાં ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાવાને કારણે કોવિડ -19 કેસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે. જોકે ભારતમાં સ્થિતિ હજુ નિયંત્રણમાં છે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 800 ઓમિક્રોન કેસ નોંધાયા છે. આ નવા વેરિઅન્ટને સૌપ્રથમવાર દક્ષિણ આફ્રિકામાં 24 નવેમ્બરે ઓળખવામાં આવ્યો હતો.

 

મુસાફરો માટે કડક નિયમો

સોમવારે યુએઈમાં 1,732 નવા કોરોના વાઈરસ કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મૃત્યુ થયું હતું. દેશમાં કોવિડ-19ના ઝડપી પ્રસાર પછી અબુ ધાબીએ પ્રવાસીઓ માટે નિયમો કડક બનાવ્યા છે. અબુ ધાબીની ઈમરજન્સી, ક્રાઈસીસ એન્ડ ડિઝાસ્ટર કમિટી અનુસાર જે વ્યક્તિઓને રસી આપવામાં આવી છે તેમના મોબાઈલ-ફોન હેલ્થ એપ પર ગ્રીન સ્ટેટસ હોવું જરૂરી છે. જ્યારે જેમણે રસી લીધી ન હોય તેમણે 30 ડિસેમ્બરથી યુએઈમાં પ્રવેશવા માટે RTPCR નેગેટિવ ટેસ્ટની જરૂર પડશે. UAEમાં અત્યાર સુધીમાં 7.5 લાખ કોરોના કેસ નોંધાયા છે, જ્યારે 2,160 લોકોના મોત થયા છે.

 

ભારત અને UAEના સંબંધો 50 વર્ષ પૂર્ણ કરશે

UAEની મુલાકાત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હતી કારણ કે બંને દેશો તેમના રાજદ્વારી સંબંધોના 50 વર્ષની ઉજવણી કરવાના છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી દુબઈમાં ચાલી રહેલા એક્સ્પોની પણ મુલાકાત લે તેવી અપેક્ષા હતી. ભારત અને UAE બંને આર્થિક સંબંધોને વધુ વેગ આપવા માટે વ્યાપક મુક્ત વ્યાપાર કરારને મજબૂત કરવા માટે વાટાઘાટો કરી રહ્યા છે અને મુલાકાત દરમિયાન તે આગળ વધવાની અપેક્ષા હતી. ભારત અને UAE તેમના વધતા વ્યૂહાત્મક સંબંધો વચ્ચે ચાર દેશોના નવા જૂથનો ભાગ બન્યા છે. તે વેપાર અને રોકાણ સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરે તેવી અપેક્ષા છે.

 

આ પણ વાંચો: ગુજરાતમાં ત્રીજી લહેરનો ભય, સાત દિવસમાં કોરોનાના કેસ 432 ટકા વધ્યા,13 લોકોના મોત

 

આ પણ વાંચો: જમીન રી-સર્વેની બાબતમાં ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી, સરકાર ખેડૂતોની પડખે છે : રાજેન્દ્ર ત્રિવેદી

Published On - 6:11 pm, Wed, 29 December 21

Next Article