
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, 13 ફેબ્રુઆરીને શુક્રવાર ના રોજ, નવા વડાપ્રધાન કાર્યાલય (PMO) ભવન સંકુલનું નામ “સેવા તીર્થ” રાખ્યું છે. પીએમ મોદી આજે નવા PMO માં સ્થળાંતર કરશે. આનો અર્થ એ થયો કે, હવેથી પ્રધાનમંત્રી કાર્યાલય કાયમી ધોરણે તેનું સરનામું બદલશે. પીએમ મોદીનું સત્તાવાર કાર્યાલય હવે સેવા તીર્થ ગણાશે, સેવા તીર્થની સાથે અન્ય ઘણા પ્રધાનોના, મંત્રાલયના કાર્યાલયો આવેલ હશે.
વડાપ્રધાન મોદીએ PMO, NSCS અને કેબિનેટ સચિવાલય ધરાવતા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સંકુલનું નામ સેવા તીર્થ રાખ્યું છે. 2014 થી, મોદી સરકારે વર્ષોજૂના ભારતમાંથી બહાર નીકળવા અને તેની વિચારસરણીમાં પરિવર્તન લાવવા માટે સતત પગલાં લીધાં છે. કેટલાક મુખ્ય ફેરફારો નીચે મુજબ છે: સેવા તીર્થ સંકુલમાં ત્રણ ઇમારતો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે કર્તવ્ય ભવન-1 અને 2 સાથે સેવા તીર્થનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે સંબોધન પણ કરશે. સેવા તીર્થમાં સ્થળાંતર કરતા પહેલા, પીએમ મોદી સાઉથ બ્લોકમાં કેન્દ્રીય મંત્રીમંડળની એક ખાસ બેઠક યોજશે. આ સાઉથ બ્લોકમાં મોદી મંત્રીમંડળની છેલ્લી બેઠક હશે. આ પછી, હવેથી બધી જ બેઠકો નવા કાર્યાલયમાં યોજાશે.
સેવા તીર્થને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગ રૂપે વિકસાવવામાં આવ્યું છે. 2.26 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું આ આધુનિક સંકુલ દારા શિકોહ રોડ પર સ્થિત છે. તેનું બાંધકામ આશરે રૂપિયા 1,189 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. અગાઉ, અલગ અલગ સ્થળોએ આવેલી સરકારી ઓફિસો હવે એક જ છત નીચે રાખવામાં આવશે.
સ્માર્ટ ઓફિસ સુવિધાઓથી સજ્જ, આ કેન્દ્ર હાઇ-સ્પીડ ઇન્ટરનેટ, પેપરલેસ વર્ક કલ્ચર, ડિજિટલ આર્કાઇવ્સ અને અત્યાધુનિક કોન્ફરન્સ રૂમ સાથે વહીવટી કાર્યને વધુ સરળ બનાવશે તેમ કહેવાઈ રહ્યું છે.