AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM MODIનો સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ, સોમનાથ ટ્રસ્ટના સન્માનપત્રો હવે દેવભાષા સંસ્કૃતમાં

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પણ અનેક વાર સંસ્કૃત સુભાષિતો, શ્લોકો, સુક્તિઓ ઉપરાંત વેદમંત્રોનો પણ સમાવેશ કર્યો છે. તો ક્યારેક દેશમાં અને વિદેશમાં પણ વડાપ્રધાન મોદીનું સ્વાગત વૈદિક મંત્રોના સૂત્રોચ્ચારથી કરવામાં આવે છે.

PM MODIનો સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ, સોમનાથ ટ્રસ્ટના સન્માનપત્રો હવે દેવભાષા સંસ્કૃતમાં
ફાઈલ ફોટો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 24, 2021 | 5:43 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)નો દેવભાષા સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ અવારનવાર વ્યક્ત થતો રહે છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પણ અનેક વાર સંસ્કૃત સુભાષિતો, શ્લોકો, સુક્તિઓ ઉપરાંત વેદમંત્રોનો પણ સમાવેશ કર્યો છે. તો ક્યારેક દેશમાં અને વિદેશમાં પણ વડાપ્રધાન મોદીનું સ્વાગત વૈદિક મંત્રોના સૂત્રોચ્ચારથી કરવામાં આવે છે. ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે ગીર-સોમનાથમાં રાજ્યની પ્રથમ સંસ્કૃત યુનિવર્સિટી સ્થાપી હતી જે આજે સંસ્કૃત જગતમાં સફળતાના શિખરો સર કરી રહી છે. આ તમામ બાબતોમાં વડાપ્રધાન મોદીનો દેવભાષા સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ વ્યકત થાય છે. યોગાનુયોગ વડાપ્રધાન મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બનતા જ સંસ્કૃત ભષાને લઈને ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે.

અયોધ્યા મંદિર નિર્માણના સન્મમાન પત્ર સંસ્કૃતમાં લખાશે સોમનાથ ટ્રસ્ટના સ્વ.કેશુભાઈ ચેરમેન હતા ત્યારે તા.30-9-20 ના સોમનાથ ટ્રસ્ટ ની વર્ચ્યુઅલ મીટીંગ મળેલી ત્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ ચાલી રહ્યું હોય જે સંદર્ભે સોમનાથ ટ્રસ્ટ દ્રારા એક અભિનંદન પ્રસ્તાવ આપવાનો ઠરાવ કરાયો હતો.જેમાં નરેન્દ્ર મોદીના અથાગ પ્રયાસ સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને રામ મંદીર ન્યાસ સહીતનો આભાર પ્રસ્તાવ સન્માનપત્ર આપવાનો ઠરાવ કરાયેલ. ત્યારે વડાપ્રધાન મોદીએ આ પ્રસ્તાવમાં સન્માનપત્ર દેવભાષા સંસ્કૃતમાં લખાય તેવી વાત જણાવી હતી. જે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સંસ્કૃતના ઊપાસક એવા પ્રો.જે.ડી.પરમારે આ સન્માનપત્ર સંસ્કૃતભાષામાં તૈયાર કર્યૂ છે જે ટુક સમયમાં વડાપ્રધાન મોદી સહીત તમામને અર્પણ કરાશે.

રામમંદિર પરિસર, મોદી-શાહ-યોગીની ઓફીસમાં લાગશે સન્માનપત્રો પ્રો.જે.ડી.પરમારે કહ્યું કે તા. તા.30-9-20 ના રોજ યોજાયેલી સોમનાથ ટ્રસ્ટની મીટીંગ વર્ચ્યુઅલ મીટીંગમાં અયોધ્યામાં રામમંદિર નિર્માણ ચાલી રહ્યું હોય જે સંદર્ભે મોદીજીએ રામ મંદીર કાર્યને સરળતાથી સંપન્ન કર્યું, જે માટે અભિનંદન પ્રસ્તાવ પત્ર આપવાનો ઠરાવ કરાયો હતો જેમાં મોદીજીએ આ પત્ર દેવભાષા સંસ્કૃતમાં લખાય તેવી વાત કરેલી અને આ વાતનો અમે સ્વીકાર કર્યો હતો.મોદીજી ઊપરાંત અમીત શાહ, યોગી આદીત્ય નાથ અને રામ મંદીર ન્યાસ માટે આ મઢાયેલ સન્માનપત્ર વડાપ્રધાન મોદી સહીતના મહાનુભાવો પોતાની ઓફીસ અથવા રામ મંદીર પરીસરમાં લગાવાશે.

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
g clip-path="url(#clip0_868_265)">