PM MODI કેદારનાથમાં આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે, BJPનું રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન

|

Oct 31, 2021 | 5:58 PM

પીએમ મોદીની આ મુલાકાત શિયાળામાં મંદિરના દરવાજા બંધ થવાના એક દિવસ પહેલા થઈ રહી છે. કેદારનાથ ધામના દરવાજા દર વર્ષે દિવાળીના બે દિવસ પછી ભાઈ બીજના તહેવાર પર ભક્તો માટે બંધ કરવામાં આવે છે, જે આવતા વર્ષે એપ્રિલ-મેમાં ફરીથી ખોલવામાં આવશે.

PM MODI કેદારનાથમાં આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે, BJPનું રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન
PM MODI will unveil a statue of Adi Shankaracharya at Kedarnath

Follow us on

5 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની કેદારનાથ (Kedarnath) યાત્રાને ભક્તિમય બનાવવા માટે, ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશવ્યાપી કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેમાં ચાર ધામ, 12 જ્યોતિર્લિંગ અને દેશના મુખ્ય મંદિરોમાં સાધુઓને આમંત્રણ આપવાનો સમાવેશ થાય છે. વડાપ્રધાન 5 નવેમ્બરે કેદારનાથ મંદિરમાં પૂજા કરશે અને ત્યાર બાદ તેઓ આદિ શંકરાચાર્ય (Adi Shankaracharya)ના સમાધિ સ્થળનું ઉદ્ઘાટન અને આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.

વડા પ્રધાનની આ મુલાકાતને ઐતિહાસિક ગણાવતાં ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને પાર્ટી દેશવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરશે. આ માટે પાર્ટીએ દેશભરના ચાર ધામો, 12 જ્યોતિર્લિંગો અને 87 મુખ્ય મંદિરોમાં સાધુઓ અને ભક્તોને આમંત્રણ આપ્યું છે. આ 87 મંદિરો એવા છે જ્યાં આદિ શંકરાચાર્યે મુલાકાત લીધી હતી.

સૂત્રોએ જણાવ્યું કે આ તમામ સ્થળોએ મોટી LED સ્ક્રીન લગાવવામાં આવશે જેથી કરીને લોકો વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે. વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલા ભીષણ પૂરમાં શંકરાચાર્યની સમાધિને નુકસાન થયું હતું. આ સમાધિ ફરીથી બનાવવામાં આવી છે. સમગ્ર પુનર્નિર્માણ કાર્ય વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે, જેમણે પ્રોજેક્ટની પ્રગતિની સતત સમીક્ષા અને દેખરેખ રાખી છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

વડાપ્રધાનનો આ કાર્યક્રમ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ અવસર પર વડાપ્રધાન ઘણા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.

400 કરોડના પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ઘાટન
પીએમ મોદીની આ મુલાકાત શિયાળામાં મંદિરના દરવાજા બંધ થવાના એક દિવસ પહેલા થઈ રહી છે. કેદારનાથ ધામના દરવાજા દર વર્ષે દિવાળીના બે દિવસ પછી ભાઈ બીજના તહેવાર પર ભક્તો માટે બંધ કરવામાં આવે છે, જે આવતા વર્ષે એપ્રિલ-મેમાં ફરીથી ખોલવામાં આવશે.

તેમની મુલાકાત દરમિયાન પવડાપ્રધાન 400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યક્રમોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. એક મહિનામાં વડાપ્રધાનની ઉત્તરાખંડની આ બીજી મુલાકાત હશે. અગાઉ તેઓ 7 ઓક્ટોબરે AIIMS ઋષિકેશ આવ્યા હતા, જ્યાં તેમણે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ ગુરુવારે કહ્યું કે કેદારનાથમાં 400 કરોડ રૂપિયાથી વધુના કામો ચાલી રહ્યા છે, જેમાંથી 250 કરોડ રૂપિયાના કામો અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયા છે. ધામીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન તેમની આગામી મુલાકાતમાં આ કાર્યોને સમર્પિત કરવા ઉપરાંત બીજા તબક્કામાં રૂ. 150 કરોડના પુનઃનિર્માણ કાર્યોનું શિલાન્યાસ પણ કરશે.

 

Next Article