PM મોદી આજે કરશે વર્ષ 2023ની પહેલી ‘Mann Ki Baat’, આ મુદ્દાઓ પર કરી શકે છે વાત

|

Jan 29, 2023 | 9:24 AM

પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગે મન કી બાત કરે છે. આ કાર્યક્રમ માટે લોકો તેમના વિચારો અને સૂચનો પણ વડાપ્રધાનને આપી શકે છે. વડાપ્રધાન મોદી, તેમાંથી લોકોને ઉદાહરણરૂપ હોય તેવા કેટલાક પસંદગીના વિચારો અને સૂચનોને તેમના કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં સમાવેશ કરે છે.

PM મોદી આજે કરશે વર્ષ 2023ની પહેલી Mann Ki Baat, આ મુદ્દાઓ પર કરી શકે છે વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

Follow us on

આજે 29મી જાન્યુઆરીને રવિવારે મન કી બાતનો (Mann Ki Baat) કાર્યક્રમ પ્રસારીત થશે. આજે પ્રસારીત થનારા મન કી બાત કાર્યક્રમ ઈસ્વીસન 2023નો પ્રથમ કાર્યક્રમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વિવિધ વિષયોને આવરી લઈને લોકો સાથે મન કી બાત કાર્યક્રમમાં રજૂઆત કરે છે. આજના જાન્યુઆરી મહિનાના આ કાર્યક્રમમાં દેશના વિભિન્ન પ્રાંતમાં વિકાસ કાર્યો,  કોરોના, પશુપાલન, કૃષિ, ખેડૂતો, જળસંચય સહીત દેશના વિભિન્ન ગ્રામ્યકક્ષાએ કરાયેલા પ્રેરણાદાયી કાર્યોનો ઉલ્લેખ કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધિત કરશે. પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગે મન કી બાત કરે છે. આ કાર્યક્રમ માટે લોકો તેમના વિચારો અને સૂચનો પણ વડાપ્રધાનને આપી શકે છે. વડાપ્રધાન મોદી, તેમાંથી લોકોને ઉદાહરણરૂપ હોય તેવા કેટલાક પસંદગીના વિચારો અને સૂચનોને તેમના કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં સમાવેશ કરે છે. અને તેમનો ઉલ્લેખ તેઓ તેમના પ્રતિ મહિને પ્રસારીત થતા મન કી બાત કાર્યક્રમમાં કરે છે. જેના થકી લોકોને સારી પ્રેરણા સાથે લોકોપયોગી કાર્યોને વેગ મળે છે.

પીએમ મોદીએ મહિનાની શરૂઆતમાં, લોકોને મન કી બાત કાર્યક્રમ માટે તેમના મંતવ્યો, ઇનપુટ્સ અને સૂચનો શેર કરવા કહ્યું હતું. PM મોદીએ લોકોને 1800-11-7800 નંબર ઉપર, NaMo એપ અને MyGov એપ પર તેમના સંદેશ લખવા અથવા રેકોર્ડ કરવા વિનંતી કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ‘2022ની છેલ્લી #MannKiBaat ડિસેમ્બર મહિનાની 25મી તારીખે થશે. હું પ્રોગ્રામ માટે તમારા ઇનપુટ પ્રાપ્ત કરવા માટે આતુર છું. હું તમને નમો એપ, MyGov પર લખવા અથવા 1800-11-7800 પર મેસેજ રેકોર્ડ કરવા વિનંતી કરું છું.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

મન કી બાત કાર્યક્રમ તમે ઓલ ઈન્ડિયા રેડિયો ઉપર પણ સાંભળી શકો છો. મન કી બાત કાર્યક્રમ દૂરદર્શન ઉપર પણ પ્રસારિત થાય છે. તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેસબુક પેજ પર જઈને પણ આ કાર્યક્રમ સાંભળી શકો છો. આ સિવાય પીએમઓના ટ્વિટર હેન્ડલ પર પણ મન કી બાત કાર્યક્રમના અપડેટ ઉપલબ્ધ રહેતા હોય છે. તમને તેના અપડેટ્સ મન કી બાત અપડેટ્સ ટ્વિટર હેન્ડલ પર પણ જોવા અને વાંચવા મળશે.

 

Next Article