Breaking News : 4,983 km દૂરથી PM મોદીને આવ્યો ફોન, ટ્રમ્પ સાથે અલાસ્કામાં થયેલી સિક્રેટ વાત કહી દીધી ! જાણો

સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેમની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે વાતચીત થઈ હતી. આ દરમિયાન પુટિને તેમને પોતાના તાજેતરના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અલાસ્કામાં થયેલા મુલાકાત અંગે માહિતગાર કર્યા.

Breaking News : 4,983 km દૂરથી PM મોદીને આવ્યો ફોન, ટ્રમ્પ સાથે અલાસ્કામાં થયેલી સિક્રેટ વાત કહી દીધી ! જાણો
| Updated on: Aug 18, 2025 | 6:04 PM

સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેમની રશિયાના રાષ્ટ્રપતિવ્લાદિમીર પુતિન સાથે વાતચીત થઈ હતી. આ દરમિયાન વ્લાદિમીર પુતિને તેમને પોતાના તાજેતરના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અલાસ્કામાં થયેલા મુલાકાત અંગે માહિતગાર કર્યા.

પીએમ મોદીએ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું

“મારા મિત્ર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ફોન કરવા બદલ અને અલાસ્કામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તાજેતરની મુલાકાત અંગે માહિતી શેર કરવા બદલ આભાર. ભારત સતત યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે આગ્રહ રાખે છે અને આ દિશામાં થતા તમામ પ્રયાસોને સમર્થન આપે છે. આવતા દિવસોમાં અમારી ચર્ચા આગળ વધે તે માટે આતુર છું.”

પીએમ મોદીએ ભારતનું વલણ સમજાવ્યું

વડાપ્રધાનમંત્રીએ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના મક્કમ વલણ પર ભાર મૂક્યો અને આ સંદર્ભમાં તમામ પ્રયાસોને ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી છે. બંને નેતાઓ ભવિષ્યમાં પણ સંપર્કમાં રહેવા સંમત થયા છે.

પીએમ મોદીને જાણ કરવી શા માટે જરૂરી છે?

યુરોપિયન નેતાઓ આજે રાત્રે વોશિંગ્ટનમાં ટ્રમ્પ અને ઝેલેન્સકીને મળી રહ્યા છે. ભારત અને રશિયાની મિત્રતા અને વેપાર સહયોગને કારણે, અમેરિકાએ તાજેતરમાં ભારત પર ભારે ટેરિફ લાદ્યો છે. જો આ યુદ્ધમાં શાંતિ રહેશે, તો ભારત સામે લાદવામાં આવેલા આ ટેરિફનો પણ અંત આવી શકે છે. ભારત રશિયાનો મોટો ભાગીદાર છે, તેથી બેઠક પછી યુરોપિયન નેતાઓએ લીધેલા નિર્ણયની અસર રશિયા તેમજ ભારત પર પણ પડી શકે છે.

Published On - 5:58 pm, Mon, 18 August 25