
PM Modi Attends Bihu Celebrations: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આસામના ગુવાહાટીમાં બિહુ નૃત્યની મજા માણી હતી. સરસજાઈ સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ કલાકારોએ પરફોર્મન્સ આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકારો બદલાઈ, શાસકો આવ્યા અને ગયા પણ ભારત અડગ રહ્યું. પીએમ મોદીએ કહ્યું કે ઉત્તર-પૂર્વમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે.
#WATCH | Guwahati: In the presence of PM Narendra Modi, Assam CM Himanta Biswa Sarma receives the certificate from the Guinness World Records team for the record-making feat of “largest Bihu dance and largest dhol drum ensemble”.
The feat was achieved by 11304 folk dancers and… pic.twitter.com/rtjOYbUPHq
— ANI (@ANI) April 14, 2023
તેમણે કહ્યું કે આજે આસામને એક એઈમ્સ અને ત્રણ નવી મેડિકલ કોલેજની ભેટ મળી છે. તેમણે કહ્યું કે આસામમાં આજે અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આપણે બધા અહીં સંસ્કૃતિ અને ઝડપી વિકાસના આ તહેવારની ઉજવણી કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે તમે બધાએ તમારી સંસ્કૃતિનું ઘણું જતન કર્યું છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…