
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની 26મી સમિટ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાઈ રહી છે. SCO સમિટમાં, PM મોદીએ ફરી એકવાર આતંકવાદના મુદ્દા પર, શાહબાઝ શરીફની હાજરીમાં પાડોશી દેશ પર સીધુ નિશાન સાધ્યું હતું. પાકિસ્તાનનું સ્પષ્ટ નામ લીધા વિના જ, વડાપ્રધાન મોદીએ, આતંકવાદને પુરુ પાડવામાં આવતા ભંડોળ, આંતકીઓની ભરતી, કટ્ટરપંથીકરણ અને આતંકના આકાઓને આપવામાં આવતી સલામત આશ્રયસ્થાન જેવી સમગ્ર ઇકોસિસ્ટમને ખતમ કરવાની હાકલ કરી. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની 26મી સમિટ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાઈ હતી.
બિશ્કેકમાં સમિટ દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. જોકે ફોટો સેશન દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ પણ સ્ટેજ પર હાજર હતા, પરંતુ PM મોદીએ ના તો તેમની સાથે આંખ મેળવી કે ન તો તેમની સાથે વાતચીત કરી.
PM મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદ અને તેના ભંડોળની સમગ્ર ઇકોસિસ્ટમને નાબૂદ કરવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કરતા, ભારપૂર્વક કહ્યું કે આતંકવાદ સામે લડવામાં બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક લોકો આતંકવાદનો ઉપયોગ વ્યૂહાત્મક સાધન તરીકે કરી રહ્યા છે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદને બીજા લોકોની સામે શસ્ત્ર તરીકે ઉપયોગ કરવો જોઈએ નહીં.
#WATCH किर्गिस्तान: प्रधानमंत्री नरेंद्र मोदी ने बिश्केक में 26वें शंघाई कोऑपरेशन ऑर्गनाइज़ेशन (SCO) समिट में चीनी राष्ट्रपति शी जिनपिंग और रूसी राष्ट्रपति व्लादिमीर पुतिन से मुलाकात की।
(सोर्स: होस्ट ब्रॉडकास्टर वाया रॉयटर्स) pic.twitter.com/HgC52HZcoK
— ANI_HindiNews (@AHindinews) September 1, 2026
વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષોનો અંત લાવવાનું આહ્વાન કરતા, પીએમ મોદીએ કહ્યું કે, યુદ્ધના મેદાનમાં ઉકેલ શોધી શકાતા નથી. બધા યુદ્ધો અને વિવાદ, સંધર્ષ વાતચીત અને રાજદ્વારી દ્વારા ઉકેલવા જોઈએ.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં બજારોને જોડતી, પરસ્પર વેપારને સરળ બનાવતી અને વિકાસ માટે નવા રસ્તા ખોલતી પહેલોને ભારતના સમર્થનની પુષ્ટિ કરી. તેમણે એ બાબત ઉપર પણ ભાર મૂક્યો કે, કનેક્ટિવિટી વધારવાના પ્રયાસોમાં તમામ રાષ્ટ્રોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર થવો જોઈએ.
SCO અંગે, પીએમ મોદીએ, ટિપ્પણી કરી કે ભારત માટે, આ સંગઠન મહાન સભ્યતાઓ, સંસ્કૃતિઓ અને વિચારોના સંગમનું પ્રતિનિધિત્વ કરે છે.
Published On - 1:44 pm, Tue, 1 September 26