Breaking News: 12 વર્ષમાં આતંકવાદ પર એરસ્ટ્રાઇક, આર્ટિકલ 370 નાબૂદી જેવા ઐતિહાસિક નિર્ણયોથી વિશ્વમાં ભારતની તાકાત વધી

એનડીએ (NDA) નેતાઓની મહત્વની બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના છેલ્લા 12 વર્ષના કાર્યકાળનુ રિપોર્ટ કાર્ડ રજૂ કર્યુ છે. પીએમ મોદીએ જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા, કોવિડ રોગચાળો અને આર્થિક મંદી જેવા મોટા સંકટો વચ્ચે પણ એક સ્થિર સરકાર હોવાના કારણે ભારતે 2025-26 ના વર્ષમાં 7.7% નો શાનદાર વિકાસ દર હાંસલ કર્યો છે.

Breaking News: 12 વર્ષમાં આતંકવાદ પર એરસ્ટ્રાઇક, આર્ટિકલ 370 નાબૂદી જેવા ઐતિહાસિક નિર્ણયોથી વિશ્વમાં ભારતની તાકાત વધી
| Updated on: Jun 10, 2026 | 8:42 PM

એનડીએ (NDA) નેતાઓની બેઠકને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વિતેલા 12 વર્ષમાં દેશે જે પણ હાંસલ કર્યું છે તે આજે આખી દુનિયા જોઈ રહી છે. હવે આપણી દ્રષ્ટિ આગળની રાખવાની છે. બેન્ચમાર્ક એ હોવો જોઈએ કે વિતેલા 12 વર્ષમાં જે ગતિ રહી છે તેને કેવી રીતે વધારી શકાય. ગ્લોબલ હિતમાં ભારતની ભાગીદારી સતત વધી રહી છે અને આજે આખું વિશ્વ કોઈપણ સમસ્યાના સમાધાન માટે ભારત તરફ આશાભરી દ્રષ્ટિએ જોઈ રહ્યું છે. આપણે વૈશ્વિક સ્તરે ઊભી થયેલી આ અપેક્ષાને સાચી ઠેરવવાની છે.

‘નેશન ફર્સ્ટ’ ના કારણે કઠિન નિર્ણયો બન્યા આસાન

પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે અમારા માટે પક્ષ કે દલ કરતાં હંમેશા દેશ મોટો રહ્યો છે. જ્યારે ‘નેશન ફર્સ્ટ’ ની ભાવના હોય ત્યારે કોઈ પણ નિર્ણય કઠિન નથી હોતો. પહેલાંની સરકારો જે આર્ટિકલ 370 ની વાત કરતા પણ ડરતી હતી, તેને અમે નાબૂદ કરી બતાવી. નોર્થ ઈસ્ટમાં જ્યાં પહેલાં માત્ર બોંબ અને બંદૂકની વાતો થતી હતી, ત્યાં આજે અમે શાંતિ સ્થાપી છે. આતંકવાદીઓ પર એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક કરીને દેશની સરહદો સુરક્ષિત કરી છે, જ્યારે ‘ઓપરેશન સિંદૂર’ ના માધ્યમથી ભારતે પોતાની અસલી તાકાત વિશ્વને દેખાડી છે. દેશમાંથી નક્સલવાદ અને માઓવાદને લગભગ નાબૂદ કરી દેવાયો છે.

વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે આર્થિક મોરચે ભારતની મજબૂત સ્થિતિ

પીએમ મોદીએ સ્થિર સરકારના ફાયદાઓ ગણાવતા કહ્યું, “આ 12 વર્ષમાં એનડીએની સિદ્ધિઓનું બીજું એક નોંધપાત્ર પાસું એ રહ્યું છે કે વૈશ્વિક અસ્થિરતા અને ભારે ઉથલપાથલના સમયગાળા વચ્ચે પણ અમે દેશને સુરક્ષિત રાખ્યો. કોવિડ-19 રોગચાળાના સમયમાં જ્યારે આખી દુનિયામાં અરાજકતા અને તકલીફ હતી, ત્યારે ભારત તે કટોકટીનો મજબૂતાઈથી સામનો કરીને સફળતાપૂર્વક આગળ વધ્યું.”

વિશ્વભરના મુખ્ય રાષ્ટ્રોની અર્થવ્યવસ્થાઓ હાલ ભારે સંઘર્ષ કરી રહી છે, તેવા સમયે ભારતે 2025-26 માં 7.7% નો પ્રભાવશાળી વિકાસ દર હાંસલ કર્યો છે. આ ઉપરાંત, 31 માર્ચે પૂરા થયેલા છેલ્લા ત્રિમાસિક ગાળામાં પણ ભારતનો વિકાસ દર 7.8% રહ્યો છે, જે દેશની આર્થિક મજબૂતી દર્શાવે છે.

કોંગ્રેસ-યુગ વિરુદ્ધ એનડીએ-યુગની સિસ્ટમનો તફાવત

વડાપ્રધાને અગાઉની સરકારો પર પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યો કે, “જો 12 વર્ષમાં આટલું બધું કામ હાંસલ કરી શકાતું હોય, તો પાછલા દાયકાઓમાં તે કેમ ન થયું? આ કોંગ્રેસ-યુગના વિકાસ દર અને એનડીએ-યુગના વિકાસ દર વચ્ચેનો મોટો તફાવત દર્શાવે છે. પહેલાંની એક આખી સિસ્ટમ લોકોને માત્ર રાહ જોવડાવતી હતી, જ્યારે આજની સિસ્ટમ ગ્રાઉન્ડ પર પરિણામો આપે છે. પહેલાં કામકાજને અટકાવવામાં કે પાટા પરથી ઉતારવામાં આવતું હતું, જ્યારે આજની સિસ્ટમ એ સુનિશ્ચિત કરે છે કે કામ સમયસર અને મોટા પાયે થાય. 2014 થી 2026 સુધીની વાર્તા ફક્ત આંકડાઓની વાર્તા નથી, પરંતુ આ એક એવા ભારતની વાર્તા છે જેણે પહેલીવાર પોતાની સંપૂર્ણ ક્ષમતાથી દોડવાનું શરૂ કર્યું છે.”

ઓલટાઇમ હાઈ સપાટીને સ્પર્શ્યા બાદ શું હવે સોનામાં મોટો ડાઉનફોલ શરૂ થશે કે પછી તે પોતાનું અસ્તિત્વ જાળવી રાખશે?

Follow Us