PM મોદી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપવા હૈદરાબાદ પહોંચ્યા

|

Jul 02, 2022 | 4:15 PM

હૈદરાબાદમાં આજથી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન પીએમ મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે.

PM મોદી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપવા હૈદરાબાદ પહોંચ્યા
PM Modi arrives in Hyderabad
Image Credit source: Twitter

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ભાજપની (BJP) રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા હૈદરાબાદ પહોંચી ગયા છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, હું ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા હૈદરાબાદ પહોંચ્યો છું. બેઠક દરમિયાન અમે પાર્ટીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરીશું.

તમને જણાવી દઈએ કે હૈદરાબાદમાં આજથી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન પીએમ મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને હૈદરાબાદ પહોંચવાની માહિતી આપી હતી. તેમણે લખ્યું, ‘હું ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા હૈદરાબાદ પહોંચ્યો છું. બેઠક દરમિયાન અમે પાર્ટીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરીશું.’

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પણ ભાજપની આગામી રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ભાગ લેવા હૈદરાબાદ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા.

આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા 

આજથી શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ચાર રાજ્યોની ચૂંટણીમાં મળેલી જીત, આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ અને આઠ વર્ષની સફળતાઓ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન તેલંગાણાની સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) અને અન્ય ‘ભ્રષ્ટ અને પારિવારિક’ પક્ષોને ઘેરવાની રણનીતિ પર પણ ચર્ચા થઈ શકે છે.

દેશભરમાં વિરોધ પ્રદર્શનને લઈને ભાજપના હાઈકમાન્ડના નિવેદન પર સૌની નજર

આ બેઠક એવા સમયે કરવામાં આવી છે, જ્યારે સુપ્રીમ કોર્ટે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી માટે પાર્ટીના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્મા પર ભારે ઝાટકણી કાઢી છે. સંરક્ષણ સેવાઓમાં ભરતી માટે નવી ‘અગ્નિપથ યોજના’ વિરુદ્ધ દેશના વિવિધ ભાગોમાં વિરોધની પૃષ્ઠભૂમિમાં પણ આ બેઠક થઈ રહી છે. ભાજપની ટોચની નેતાગીરી આ બંને મુદ્દે કંઈ બોલે છે કે કેમ, તેના પર સૌની નજર રહેશે. આ મામલે ખાસ કરીને નૂપુર શર્માના કારણે પક્ષ બચાવના તબક્કે આવી ગયો છે. ઘણા ઈસ્લામિક દેશોએ પણ નૂપુર શર્માના નિવેદનની નિંદા કરી છે.

Published On - 3:51 pm, Sat, 2 July 22

Next Article