PM Cares for Children scheme: મોદી સરકારે જાહેર કર્યા આ યોજનાના નિયમ, જાણો સમગ્ર માહિતી

|

Oct 07, 2021 | 4:40 PM

કેન્દ્ર સરકાર દ્વારા PM Cares for Children સ્કીમ માટે દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બાળક 23 વર્ષનું થાય ત્યાં સુધી અલગ-અલગ લાભ આપવામાં આવશે.

PM Cares for Children scheme: મોદી સરકારે જાહેર કર્યા આ યોજનાના નિયમ, જાણો સમગ્ર માહિતી
PM-Cares for children scheme

Follow us on

કેન્દ્ર સરકારે પીએમ-કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ (PM-Cares for children scheme) માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. આ સ્કીમ એવા બાળકોને સહાય પૂરી પાડે છે જેમણે કોરોના મહામારીને કારણે તેમના માતાપિતા ગુમાવ્યા છે.

આ યોજના 18 વર્ષની ઉંમરથી માસિક સ્ટાઇપેન્ડ અને 23 વર્ષની ઉંમર થવા પર 10 લાખ રૂપિયા આપશે. યોજના માટે લાભાર્થી બાળકોએ 29.05.2021 થી નોંધણી કરાવવાની રહેશે જે 31.12.2021 સુધીમાં પીએમ-કેર ફોર ચિલ્ડ્રન યોજનાનો લાભ મેળવવા માટે પીએમ મોદીએ જાહેર કરેલી તારીખ છે. દરેક લાભાર્થી 23 વર્ષની ઉંમર થાય સુધી આ યોજના ચાલુ રહેવાની સંભાવના હાલ છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

લાયકાતનું ધોરણ

આ યોજના માટે યોગ્યતા માપદંડ એવા તમામ બાળકોને આવરી લેશે. જેમણે કોરોના મહામારીને કારણે માતાપિતા અથવા હયાત માતાપિતા અથવા કાનૂની વાલીઓ/ દત્તક માતાપિતા/ એકલા દત્તક માતાપિતા બંનેને ગુમાવ્યા છે. કોરોના મહામારી તરીકે 11 માર્ચ 2020 થી ડિસેમ્બર 2021 સુધી આ યોજના હેઠળ લાભ મેળવવા માટે હકદાર રહેશે. WHO એ 11 માર્ચ 2020 ના રોજ કોરોનાને મહામારી જાહેર કરી હતી.

આ સિવાય માતા-પિતાના મૃત્યુ સમયે બાળકની ઉંમર 18 વર્ષની વધુ ન હોવી જોઈએ.

આ બધી મદદ આપવામાં આવશે.

કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ કોરોના મહામારીને કારણે અનાથ બાળકો જયારે 18 વર્ષના થશે ત્યારે એક ખાસ યોજના હેઠળ 10 લાખ રૂપિયાનું ફંડ બનાવવામાં આવશે અને દર મહિને તેમને તેમાંથી સ્ટાઇપેન્ડ મળશે. જેથી તેઓ તેમની વ્યક્તિગત જરૂરિયાતો અને શિક્ષણ પુરી કરી શકે. તે જ સમયે 23 વર્ષની ઉંમરે આ ભંડોળમાં બાકીની રકમ તેને એક સાથે આપવામાં આવશે.

10 વર્ષથી ઓછી ઉંમરના અનાથ બાળકોને નજીકની કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ આપવામાં આવશે. ખાનગી શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ તેમની ફી કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કેયર્સ ફંડમાંથી જમા કરવામાં આવશે. આ સિવાય બાળકોના પુસ્તકો, સ્કૂલ ડ્રેસ વગેરેનો ખર્ચ પણ કેન્દ્ર સરકાર ઉઠાવશે. તો સૈનિક શાળા અને નવોદય વિદ્યાલયમાં 11 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પ્રવેશ આપવામાં આવશે.

હાયર એજ્યુકેશન આવા અનાથ બાળકોની એજ્યુકેશન લોન પર વ્યાજ કેન્દ્ર સરકાર ભોગવશે. આ સાથે તેમની કોર્સ ફી અને ટ્યુશન ફી પણ પીએમ કેર્સ ફંડમાંથી આપવામાં આવશે. તેમજ તમામ અનાથ બાળકોને આયુષ્માન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો મળશે. 18 વર્ષની ઉંમર સુધી કેન્દ્ર સરકાર દ્વારા પ્રીમિયમ ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો  : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબરના અંતમાં ગુજરાત આવશે, 31 ઓક્ટોબરે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે

આ પણ વાંચો : કાશ્મીરમાં કેમ ફરી હિન્દુઓને નિશાન કેમ બનાવી રહ્યા છે આંતકવાદીઓ ? DGP એ જણાવી આતંકવાદીઓની મનસા

 

Next Article