હજુ પણ ઘટશે પેટ્રોલ, ડીઝલ અને LPG ગેસ સિલિન્ડરના ભાવ, પેટ્રોલિયમ મંત્રીએ કહી આ વાત

|

Apr 05, 2021 | 10:42 PM

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ હાલમાં જ પેટ્રોલ (petrol), ડીઝલ (Diesel) અને એલપીજી ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder)ની કિંમતોમાં ઘટાડો કર્યો છે.

હજુ પણ ઘટશે પેટ્રોલ, ડીઝલ અને LPG ગેસ સિલિન્ડરના ભાવ, પેટ્રોલિયમ મંત્રીએ કહી આ વાત
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ હાલમાં જ પેટ્રોલ (petrol), ડીઝલ (Diesel) અને એલપીજી ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder)ની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ દરમ્યાન કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે નજીકના ભવિષ્યમાં ઈંધણની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમે અહીં પહેલા જ જણાવી દીધું હતું કે કાચા ક્રૂડનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટશે તો તેનો ફાયદો મળશે અને ભાવમાં ઘટાડો પણ જોવા મળશે.

 

જણાવી દઈએ કે 24 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો થયો હતો. સરકારી તેલ કંપનીઓએ આ સમયગાળા દરમિયાન પેટ્રોલમાં 61 પૈસા અને ડીઝલમાં 60 પૈસા પ્રતિ લીટર ઘટાડો કર્યો છે. તે જ સમયે આ કંપનીઓએ ગત ગુરુવારે એલપીજીના ભાવમાં સિલિન્ડર દીઠ રૂ. 10નો ઘટાડો કર્યો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

દેશની સૌથી મોટી ફ્યુઅલ રિફાઈનરી અને રિટેલર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOC)ના જણાવ્યા અનુસાર માર્ચના બીજા પખવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. યુરોપ અને એશિયમાં ફરી વધતું જતું કોરોના સંક્રમણ અને રસીકરણની આડ અસરને કારણે ભાવમાં ઘટાડો થયાનું મનાય રહ્યું છે.

 

વધશે તેલનું ઉત્પાદન
ઓઈલ નિકાસ કરનાર દેશોની સંસ્થા (OPEC) અને સહયોગી દેશોએ તેલ ઉત્પાદનમાં ધીમે ધીમે વધારો કરવાની સંમતિ આપી છે. તેઓ મેથી જુલાઈ દરમિયાન તેલનું ઉત્પાદન (Oil Production) દરરોજ 20 મિલિયન બેરલ કરશે. કોવિડ -19 મહામારીથી વૈશ્વિક અર્થતંત્રમાં રિવાઈવલ સાથે સાથે કડમ્થિ કદમ મેળવી રહ્યું છે. જો ક્રૂડ ઓઈલ (ક્રૂડ ઓઈલ)ના ઉત્પાદનમાં ભાવમાં ઘટાડો થશે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધુ ઘટાડો થવાનું શરૂ થશે.

 

ઓપેક અને સાથી દેશોએ રોગચાળા દરમ્યાન ઘટતી માંગને કારણે ભાવ ઘટાડાને અટકાવવાના આશય સાથે ગયા વર્ષે ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. હવે જૂથે મેથી જુલાઈ દરમિયાન દરરોજ 2 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે.

 

આ પણ વાંચો : Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ, 3 હજારથી વધુ નવા કેસ, એક્ટીવ કેસો 16 હજારને પાર

 

આ પણ વાંચો : જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ભલેચડા ગામમાં ગૌશાળાના લાભાર્થે ગત 30મી તારીખે યોજાયેલા ગીતા રબારીના ડાયરામાં પૈસાની સાથે સાથે corona ગાઈડલાઈન્સના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

Next Article