VIDEO: દુશ્મનો ચેતી જજો, ભારતીય વાયુસેનાની શક્તિમાં થશે વધારો

|

Sep 03, 2019 | 3:38 AM

ભારતીય વાયુસેના હવે વધારે મજબૂત બનવા જઈ રહી છે. દુનિયાના સૌથી સારા ફાઈટર વિમાન પૈકી એક અપાચે હેલિકોપ્ટર આજે ભારતીય વાયુસેનામાં સામેલ થશે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બી.એસ.ધનોઆ આજે પંજાબના પઠાણકોટ એરબેઝ પર 8 અપાચે હેલિકોપ્ટરને સામેલ કરાવશે. આ પઠાણકોટ એરબેઝ એ છે જ્યાં 2016માં પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ હુમલો કર્યો હતો. Pathankot : #Apache […]

VIDEO: દુશ્મનો ચેતી જજો, ભારતીય વાયુસેનાની શક્તિમાં થશે વધારો

Follow us on

ભારતીય વાયુસેના હવે વધારે મજબૂત બનવા જઈ રહી છે. દુનિયાના સૌથી સારા ફાઈટર વિમાન પૈકી એક અપાચે હેલિકોપ્ટર આજે ભારતીય વાયુસેનામાં સામેલ થશે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બી.એસ.ધનોઆ આજે પંજાબના પઠાણકોટ એરબેઝ પર 8 અપાચે હેલિકોપ્ટરને સામેલ કરાવશે. આ પઠાણકોટ એરબેઝ એ છે જ્યાં 2016માં પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ હુમલો કર્યો હતો.

60 ફુટ ઉંચું અને 50 ફુટ પહોળા અપાચે હેલિકોપ્ટરને ઉડાવવા માટે 2 પાયલટ હોવા જરૂરી છે. અપાચે હેલિકોપ્ટરના મોટા વિંગને ચલાવવા માટે 2 એન્જિન હોય છે. તેના કારણે તેની ઝડપ ખુબ વધારે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

2 સીટર આ હેલિકોપ્ટરમાં હેલિફાયર અને સ્ટ્રિંગર મિસાઈલ લાગેલી છે. તેમાં એક સેન્સર પણ લાગેલું છે. જેના કારણે આ હેલિકોપ્ટર રાત્રે પણ ઓપરેશનમાં કામ કરી શકે છે. 365 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડાન ભરનારા આ હેલિકોપ્ટરમાં ML.ની 2 બંદૂક લાગેલી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અપાચે હેલિકોપ્ટરની ડિઝાઈન એવી છે કે તેને રડાર પર પકડવુ મુશ્કેલ છે. આ હેલિકોપ્ટર AH-64E દુનિયાનું સૌથી એડવાન્સ મલ્ટી રોલ કોમ્બેટ હેલિકોપ્ટર છે. ભારત અને અમેરિકાની વચ્ચે સપ્ટેમ્બર 2015માં એક મોટી ડીલ થઈ હતી. જેની હેઠળ 22 હેલિકોપ્ટર ભારતને મળવાના છે. આ પહેલા 27 જુલાઈએ 4 હેલિકોપ્ટર મળી ચૂક્યા છે. હવે 8 હેલિકોપ્ટર મળવાના છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે ભારતને હાલમાં બે તરફથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફથી પાકિસ્તાન સતત કાશ્મીરને લઈને ભારતને ધમકી આપી રહ્યું છે. ત્યારે બીજી તરફ ચીન પણ પાકિસ્તાનનો સાથ આપી રહ્યું છે. હવે ભારત તેનો જવાબ આપવા માટે બધા જ પ્રકારે તૈયાર થઈ રહ્યું છે. જેથી સમય આવવા પર દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article