ભારતમાં છેલ્લા ઘણા સમયથી ઓરંગઝેબના નામ પર બબાલ મચેલી છે. તો મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં તો હિંસા પણ શરૂ થઈ ગઈ છે. આ હિંસા પાછળ બે વર્ગો વચ્ચે વિચારધારાની લડાઈ છે. જ્યાં એક પક્ષ ઓરંગઝેબને મહાન બતાવી રહ્યો છે તો બીજો પક્ષ તેને ક્રુર અત્યાચારી ગણાવી તેની કબર ને તોડી નાખવા પર અડેલો છે. ભારતમાં ઓરંગઝેબને લઈને ભારે વિવાદનુ વાતાવરણ છે. પરંતુ તમે કદાચ નહીં જાણતો હો કે પાકિસ્તાનના બાળકોને ઓરંગઝબ વિશે શું ભણાવવામાં આવી રહ્યુ છે? પાકિસ્તાનના પુસ્તકોમાં જ્યા એકતરફ અકબરને મહાન મુગલ બાદશાહ તો ગણાવાયો છે પરંતુ તેના વિશ નફરતભરેલી વાતો લખવામાં આવી છે. જ્યારે ઓરંગઝેબે ધર્મને સૌથી ઉપર રાખનારો એક મહાન મુસ્લિમ શાસક ગણાવી સન્માન આપવામાં આવ્યુ છે. ઈતિહાસકારોમાં ઓરંગઝેબને લઈને એક દલીલ હંમેશા થતી રહી છે. એક મીડિયા સંસ્થાનના રિપોર્ટ અનુસાર જદુનાથ સરકાર જેવા કેટલાક લોકો ઓરંગઝેબને એક રૂઢિવાદી અને કટ્ટરવાદી માનતા હતા. જ્યારે શિબલી નૌંમાની સહિત અન્ય લોકો એવો તર્ક આપે છે કે ઔરંગઝેબના ઈરાદાઓ ધાર્મિક નહીં પરંતુ...