ગુજરાત-રાજસ્થાન સરહદે ત્રિશુલ શક્તિથી ગભરાયું પાકિસ્તાન, મુલ્લા મુનીરે જાહેર કર્યું નોટામ

ભારતની ત્રિશુલ શક્તિ, થલસેના, નૌકાદળ અને વાયુસેના વચ્ચે સંયુક્ત કવાયત થશે, જે ભારતની વધતી જતી સંયુક્ત યુદ્ધ ક્ષમતાઓ, આત્મનિર્ભરતા અને નવીનતાનું પ્રદર્શન કરશે. ભૌગોલીક વિશ્લેષક ડેમિયન સિમોને લખ્યું છે કે, આ કવાયત અસામાન્ય ધોરણે અને 28,000 ફૂટ સુધીના એરસ્પેસ રિઝર્વેશનવાળા વિસ્તારમાં હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાત-રાજસ્થાન સરહદે ત્રિશુલ શક્તિથી ગભરાયું પાકિસ્તાન, મુલ્લા મુનીરે જાહેર કર્યું નોટામ
| Edited By: | Updated on: Oct 26, 2025 | 11:00 AM

ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જત તણાવ વચ્ચે, ભારતે 30 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી પાકિસ્તાન સરહદ પર સૈન્યની ત્રણેય પાંખને સાંકળતી મોટા પાયે કવાયત માટે એરમેનને નોટિમ (NOTAM) જાહેર કર્યું છે. આ પછી, ગભરાયેલ પાકિસ્તાને પણ નોટામ જાહેર કર્યુ છે. એવું માનવામાં આવે છે કે સર ક્રીક નજીક કવાયતો અંગે ભારતે નોટામ જાહેર કર્યા પછી પાકિસ્તાને ડરથી નોટામ જાહેર કર્યું છે.

પાકિસ્તાનને ભારતીય હુમલાનો ડર સતાવી રહ્યો છે. ભૌગોલીક વિશ્લેષક ડેમિયન સિમોને સેટેલાઇટ તસવીરોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, “પાકિસ્તાને હવે તેના મધ્ય અને દક્ષિણ હવાઈ ક્ષેત્રમાં ઘણા હવાઈ ટ્રાફિક રૂટ પર પ્રતિબંધ મૂકવા માટે એક સૂચના જાહેર કરી છે, સંભવતઃ લશ્કરી કવાયતો કે પછી શસ્ત્રોના પરીક્ષણ માટે હોઈ શખે છે, કારણ કે ભારત પોતાની સરહદ પાર ત્રણેય સેનાની કવાયતની તૈયારી કરી રહ્યું છે.”

આનો અર્થ એ થયો કે બંને દેશોની સેનાઓએ લગભગ એક જ સમયે તેમના સંબંધિત હવાઈ ક્ષેત્રમાં મોટી લશ્કરી કવાયતની જાહેરાત કરી છે. ભારતે 30 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી પશ્ચિમ સરહદ નજીક સેનાની ત્રણેય પાખની કવાયત “એક્સ ત્રિશુલ” માટે એરમેનને નોટિસ (NOTAM) જાહેર કરી છે, ત્યારે પાકિસ્તાને તેના મધ્ય અને દક્ષિણ હવાઈ ક્ષેત્રમાં ઘણા હવાઈ માર્ગો પર પ્રતિબંધ મૂકીને સંભવિત લશ્કરી કવાયતો અથવા શસ્ત્રોના પરીક્ષણ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ભારત અને પાકિસ્તાનની એક સાથે કવાયત

એક્સ ત્રિશુલ ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના વચ્ચેનો સંયુક્ત કવાયત હશે, જે ભારતની વધતી જતી સંયુક્ત યુદ્ધ ક્ષમતાઓ, સ્વ-નિર્ભરતા અને નવીનતા દર્શાવે છે.ભૌગોલિક વિશ્લેષક ડેમિયન સિમોને લખ્યું છે કે ભારતની કવાયત અસામાન્ય સ્કેલ અને વિસ્તાર પર હાથ ધરવામાં આવી રહ્યી છે, જેમાં એરસ્પેસ રિઝર્વેશન 28,000 ફૂટ સુધી વિસ્તરેલું છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સધર્ન કમાન્ડના દળો સર ક્રીક અને રણ વિસ્તારોમાં આક્રમક કામગીરી, સૌરાષ્ટ્ર કિનારે ઉભયજીવી કવાયતો અને ગુપ્તચર, દેખરેખ, ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને સાયબર કામગીરી સહિત બહુ-ડોમેન દાવપેચમાં ભાગ લેશે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં રાજસ્થાનના જેસલમેરમાં સૈનિકો સાથે વાતચીત કરતી વખતે જણાવ્યું હતું કે “ઓપરેશન સિંદૂર” એ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ભારત હવે કોઈપણ સરહદ પારની આતંકવાદી પ્રવૃત્તિનો “ચોક્કસ અને નિર્ણાયક કાર્યવાહી” સાથે જવાબ આપશે. મે 2025માં શરૂ કરાયેલા આ ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની આતંકવાદી માળખા પર સચોટ હવાઈ હુમલા કર્યા હતા, જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

 

આ પણ વાંચોઃ ‘નાપાક’ દેશ પાકિસ્તાન પર મોટું સંકટ, કુલ દેવાની રકમ સાંભળીને ચોંકી જશો..