S-400 વિશે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે પાકિસ્તાન, ભારતીય સેના વિરુદ્ધ PAKનો છે આ પ્રોપોગેન્ડા

પાકિસ્તાન સાથે સંઘર્ષ શરૂ થયો ત્યારથી, ભારત અને ભારતીય સેના વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઘણી બધી ભ્રામક અને ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે. ખાસ કરીને પાકિસ્તાન સમર્થકો દ્વારા આવી માહિતી સતત જાહેર કરવામાં આવી રહી છે. PIB ફેક્ટ ચેક ટીમ આવી માહિતીની તથ્ય ચકાસણી કરીને સતત સત્ય બહાર લાવી રહી છે.

S-400 વિશે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે પાકિસ્તાન, ભારતીય સેના વિરુદ્ધ PAKનો છે આ પ્રોપોગેન્ડા
PAK. propaganda against Indian Army
| Updated on: May 10, 2025 | 1:00 PM

S-400: ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ પર વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું, “મેં પહેલા પણ ઘણી વાર કહ્યું છે કે પાકિસ્તાનની કાર્યવાહીથી ઉશ્કેરણી અને તણાવ વધ્યો છે. જવાબમાં, ભારતે બચાવ કર્યો છે અને જવાબદારીપૂર્વક અને સંયમથી જવાબ આપ્યો છે.” કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાનની દરેક કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું છે.  તેમણે કહ્યું કે પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. તેમના તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ભારતની S-400 મિસાઇલ સિસ્ટમનો નાશ કરવામાં આવ્યો છે. એવું નથી.

ભારતે કહ્યું કે પાકિસ્તાનના મહત્વપૂર્ણ માળખાને નુકસાન પહોંચાડવાના દાવા “સંપૂર્ણપણે ખોટા” છે. ભારતે કહ્યું છે કે તે ઓપરેશન સિંદૂરના સંબંધમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચાડવાના પાકિસ્તાનના દાવાઓને નકારી કાઢે છે. પાકિસ્તાનમાં ભારત વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ ચાલે છે તે નીચે મુજબ છે.

ચીન પાકિસ્તાન સાથે જુઠ્ઠાણા ફેલાવી રહ્યું છે

પાકિસ્તાનના સરકારી પીટીવીએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે પાકિસ્તાન વાયુસેનાની હાઇપરસોનિક મિસાઇલોએ આદમપુરમાં S-400 સિસ્ટમનો નાશ કર્યો હતો. ચીની અખબાર ‘ગ્લોબલ ટાઇમ્સ’ અનુસાર, ચીનની શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ એવો પણ દાવો કર્યો છે કે પાકિસ્તાનના ‘JF-17 થંડર’ જેટે ભારતના પંજાબમાં ભારતની S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીને નષ્ટ કરી દીધી હતી. ભારતીય વાયુસેનાના પ્રવક્તાએ કહ્યું કે આ અહેવાલો ખોટા છે.

સોશિયલ મીડિયા X પર એક વીડિયો પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધુ તીવ્ર બનતા ભારતીય સૈનિકો રડી રહ્યા છે અને પોતાની ચોકીઓ છોડીને ભાગી રહ્યા છે. ફેક્ટ ચેક ટીમે કહ્યું કે આ વીડિયો 27 એપ્રિલના રોજ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તે ભારતીય સેના સાથે સંબંધિત નથી.

ભારના સૈનિકો રડે છે તેવું જુઠાણું ફેલાવે છે

ફેક્ટ ટીમના જણાવ્યા અનુસાર, આ વીડિયોમાં, એક ખાનગી સંરક્ષણ કોચિંગ સંસ્થાના વિદ્યાર્થીઓ ભારતીય સેનામાં તેમની પસંદગીની ઉજવણી કરી રહ્યા છે. વીડિયોમાં દેખાતો યુવક પોતાની પસંદગીના સમાચાર મળતાં જ ખુશીથી ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો.

બીજી એક નકલી પોસ્ટમાં, અલ જઝીરાએ તેની પોસ્ટમાં દાવો કર્યો છે કે જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર એરપોર્ટ નજીક લગભગ 10 વિસ્ફોટ થયા છે. ફેક્ટ ચેક ટીમે કહ્યું કે આ સમાચાર ખોટા છે. PIB એ તેની પોસ્ટમાં કહ્યું કે અધિકૃત માહિતી માટે, ફક્ત સત્તાવાર સ્ત્રોતો પર વિશ્વાસ કરો. આ ખોટા અને ભ્રામક દાવાઓ પર વિશ્વાસ ન કરો.

તેવી જ રીતે, જયપુર એરપોર્ટ પર પણ વિસ્ફોટોના દાવા કરવામાં આવ્યા હતા. PIB ફેક્ટ ચેક ટીમે પણ આ દાવાને ખોટો જાહેર કર્યો.

નનકાના સાહિબ ગુરુદ્વારા પર ડ્રોન હુમલો!

ફેક્ટ ચેક ટીમે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટનું સત્ય બહાર પાડ્યું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાં ઘણી પોસ્ટ ઓફિસો વિસ્ફોટમાં નાશ પામી છે. ફેક્ટ ચેકિંગ ટીમે કહ્યું કે આ વીડિયો ખૂબ જૂનો છે અને ઓપરેશન સિંદૂર પછીની કોઈપણ પ્રવૃત્તિ સાથે સંબંધિત નથી. આ વિડિઓ મૂળ રૂપે 15 નવેમ્બર, 2020 ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

તેવી જ રીતે, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હી-મુંબઈ એરલાઇન રૂટ પર સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. જ્યારે ફેક્ટ ચેક ટીમે કહ્યું કે આ દાવો ખોટો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દિલ્હી અને મુંબઈ ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજનમાં એર ટ્રાફિક સર્વિસ (ATS) રૂટના 25 વિભાગોને ઓપરેશનલ કારણોસર કામચલાઉ બંધ કરવાનો સમય લંબાવ્યો છે.

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત તરફથી નનકાના સાહિબ ગુરુદ્વારા પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે ફેક્ટ ચેક ટીમે કહ્યું કે આ દાવો ખોટો છે. આ સાંપ્રદાયિક નફરત ફેલાવવાના ઈરાદાથી કરવામાં આવી રહ્યું છે. કૃપા કરીને આ બાબતોનું ધ્યાન રાખો. આવા વીડિયો ફોરવર્ડ કરવાનું ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે.

PIB ફેક્ટ ચેક ટીમે તેની એક પોસ્ટમાં ચેતવણી આપી હતી કે ખોટા દાવાઓ ઓનલાઈન ફેલાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સાયબર હુમલાને કારણે ભારતના 70% પાવર ગ્રીડને નુકસાન થયું છે. જ્યારે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે.

પાકિસ્તાન દ્વારા ભારતીય મહિલા પાઇલટની ધરપકડ

ફેક્ટ ચેક ટીમે ‘શું હિમાલયમાં ભારતીય વાયુસેનાના 3 જેટ ક્રેશ થયા હતા?’ વિશે સત્ય જાહેર કર્યું. ટીમે કહ્યું કે આ દાવો પણ ખોટો છે. પાકિસ્તાન તરફી ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ખોટા દાવા કરી રહ્યા છે કે હિમાલય ક્ષેત્રના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ ફાઇટર જેટ ક્રેશ થયા છે. જે ફોટો બતાવવામાં આવી રહ્યો છે તે ખૂબ જ જૂનો ફોટો છે, તે વર્ષ 2016નો ફોટો છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાની એક પણ મહિલા પાયલટ પકડાઈ નથી. પાકિસ્તાન તરફી સોશિયલ મીડિયા હેન્ડલ્સ દાવો કરી રહ્યા છે કે ભારતીય મહિલા વાયુસેના પાઇલટ, સ્ક્વોડ્રન લીડર શિવાની સિંહને પાકિસ્તાનમાં પકડી લેવામાં આવી છે. પરંતુ આ દાવો ખોટો છે.

ઓપરેશન સિંદુર તેમજ ભારત પાકિસ્તાન ને લગતા અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો