
ફરી એકવાર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાની ષડયંત્રની ગંધ આવી રહી છે. ગુપ્તચર સૂત્રોનું કહેવું છે કે આતંકવાદી હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં ઘડવામાં આવ્યું હતું. આ હુમલા પાછળ હાફિઝ સઈદનો નજીકનો સાથી સૈફુલ્લાહ કસુરીનો હાથ હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં, દેશમાં ફરી એકવાર પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠવા લાગી છે. સોશિયલ મીડિયાથી લઈને શેરીઓ સુધી લોકો પાકિસ્તાનને કડક પાઠ ભણાવવાની વાત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે, 17 લોકો ઘાયલ થયા છે.
પહેલગામ આતંકવાદી હુમલા પછી, બધાનું ધ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કેન્દ્રિત છે. લોકો ભારતના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, અમે તમને સિંધુ જળ સંધિ વિશે જણાવીશું, જે રદ કરવામાં આવી છે. ભારત એક જ ઝાટકે આખા પાકિસ્તાનને તરસ્યું બનાવી દીધું છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતમાં ઘણી વખત સિંધુ જળ સંધિ રદ કરવાની માંગ ઉઠી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી, ફરી એકવાર આ જળ સંધિને સમાપ્ત કરવાની માંગ ઉઠી હતી. જેના પર સરકારે વિચાર કર્યા બાદ મોટું પગલું લીધું છે.
ભારત-પાકિસ્તાનના ભાગલા પછી બંને દેશોની પાણીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર પર 19 સપ્ટેમ્બર 1960ના રોજ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત છ નદીઓ બિયાસ, રાવી, સતલજ, સિંધુ, ચિનાબ અને ઝેલમના પાણીના ઉપયોગ માટે નિયમો બનાવવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ, પાકિસ્તાનને ત્રણ પશ્ચિમી નદીઓ ચેનાબ, ઝેલમ અને સિંધુનું બધું પાણી મળે છે. ભારતને સતલજ, બિયાસ અને રાવી નદીઓમાંથી પાણી મળે છે. જોકે હવે આ સંધિ તોડવાની જાહેરાત કરવામાં આવી છે.
It it time to suspend the Indus Waters Treaty indefinitely as a truly meaningful response to the latest terrorist outrage in Pahalgam instigated by Pakistan.
We have earlier said that blood and water can’t go together. Let’s act on our own declared position .
This will be a…
— Kanwal Sibal (@KanwalSibal) April 22, 2025
તમને જણાવી દઈએ કે આઝાદી પછી પાકિસ્તાન સાથે અનેક યુદ્ધો લડનાર ભારતે ક્યારેય આ કરાર તોડ્યો નથી કે પાકિસ્તાનનું પાણી રોક્યું નથી. પાકિસ્તાન સાથે 1965, 1971 અને 1999 એક પણ યુદ્ધ બાદ પણ આ સંધિ તોડવામાં ન આવી હતી. કારણ કે આ એવો કરાર હતો જે , કોઈપણ દેશ એકપક્ષીય રીતે આ સંધિનો ભંગ કરી શકશે નહીં કે નિયમો બદલી શકશે નહીં. ભારત અને પાકિસ્તાને સંયુક્ત રીતે આ સંધિમાં ફેરફાર કરવા પડશે અને એક નવો કરાર કરવો પડશે. જોકે હવે આ સંધિ તોડી દેવામાં આવી છે એટલે પાકિસ્તાન ચોક્કસ પણે તરસ્યું રહેશે.
તમને જણાવી દઈએ કે, વિશ્વ બેંકની લાંબી મધ્યસ્થી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ કરારના અમલ પહેલા, 1 એપ્રિલ 1948 ના રોજ, ભારતે બે મુખ્ય નહેરોનો પાણી પુરવઠો બંધ કરી દીધો હતો, જેના કારણે પાકિસ્તાની પંજાબમાં 17 લાખ એકર જમીન તરસ્યા રહી ગઈ હતી. આવી સ્થિતિમાં, જો ભારત આજની સમજ મુજબ આ નદીઓનું પાણી રોકે છે, તો પાકિસ્તાનમાં અરાજકતા ફેલાઈ જશે. જોકે, પાકિસ્તાનને ભારતના આ નિર્ણય સામે વિશ્વ બેંકમાં અપીલ કરવાનો અધિકાર રહેશે.
Published On - 9:40 pm, Wed, 23 April 25