INX મીડિયા કેસ: પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત, 2 લાખના બોન્ડ પર મળ્યા જામીન

INX મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. જસ્ટિસ આર.ભાનુમતી, જસ્ટિસ એ.એસ.બોપન્ના અને જસ્ટિસ ઋષિકેશ રોયની ખંડપીઠે આ નિર્ણય સંભાળાવ્યો છે. કોર્ટે 2 લાખના ખાનગી બોન્ડ ભરવા માટે કહ્યું છે. ચિદમ્બરમ 100થી વધારે દિવસથી તિહાડ જેલમાં બંધ છે.   કોર્ટે આદેશ આપ્યો છે કે જામીન પર બહાર રહેવા દરમિયાન ચિદમ્બરમ કોઈ […]

INX મીડિયા કેસ: પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત, 2 લાખના બોન્ડ પર મળ્યા જામીન
| Updated on: Dec 04, 2019 | 5:41 AM

INX મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. જસ્ટિસ આર.ભાનુમતી, જસ્ટિસ એ.એસ.બોપન્ના અને જસ્ટિસ ઋષિકેશ રોયની ખંડપીઠે આ નિર્ણય સંભાળાવ્યો છે. કોર્ટે 2 લાખના ખાનગી બોન્ડ ભરવા માટે કહ્યું છે. ચિદમ્બરમ 100થી વધારે દિવસથી તિહાડ જેલમાં બંધ છે.

 

કોર્ટે આદેશ આપ્યો છે કે જામીન પર બહાર રહેવા દરમિયાન ચિદમ્બરમ કોઈ ઈન્ટરવ્યુ નહીં આપે. તે કેસથી જોડાયેલ કોઈ નિવેદન પણ નહીં આપી શકે. પૂર્વ કેન્દ્રીય મંત્રીને પુરાવા સાથે છેડછાડ કરવા અને સાક્ષીઓને પ્રભાવિત કરવા પ્રત્યે પણ ચેતવણી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

28 નવેમ્બરે સુનાવણી પછી કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ED તરફથી દાખલ આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમની જામીન અરજી રદ કરી દીધી હતી. ત્યારબાદ તેમને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો