DELHI માં ઓક્સીજનની અછતનું સંકટ, કેજરીવાલે કહ્યું હવે થોડો ઓક્સીજન બચ્યો છે

|

Apr 20, 2021 | 7:25 PM

DELHI માં ઓક્સિજનના અભાવને કારણે પરિસ્થિતિ ખૂબ ગંભીર બની છે.

DELHI માં ઓક્સીજનની અછતનું સંકટ, કેજરીવાલે કહ્યું હવે થોડો ઓક્સીજન બચ્યો છે
FILE PHOTO

Follow us on

DELHI : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાની ગતિ બેકાબૂ છે, તો બીજી તરફ હોસ્પિટલમાંથી કોરોના દર્દીઓની સારવાર માટે સતત ઓક્સિજનની માંગ કરવામાં આવી રહી છે. જો કે ઓક્સિજનના અભાવને કારણે, પરિસ્થિતિ ખૂબ ગંભીર બની  છે.દિલ્હીમાં ઓક્સીજનની અછતના સંકટ અંગે કેજરીવાલે કહ્યું હવે થોડો ઓક્સીજન બચ્યો છે.

હવે થોડો ઓક્સીજન બચ્યો : કેજરીવાલ
DELHI ના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને તાકીદે રાજધાનીની હોસ્પિટલોમાં ઓક્સિજન આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દિલ્હીની કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજન ફક્ત થોડા કલાકો માટે જ બચ્યો છે. સીએમ કેજરીવાલે કહ્યું – “દિલ્હીમાં ઓક્સિજનનું ગંભીર સંકટ છે. હું ફરીથી કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે દિલ્હીને ઓક્સિજન આપવામાં આવે. કેટલીક હોસ્પિટલોમાં, ફક્ત થોડા કલાકોનો ઓક્સિજન બાકી રહ્યો છે.”

ઓક્સીજન પર રાજ્યો વચ્ચે ન થાય જંગલરાજ
DELHI ના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકારને આ અંગે પગલાં લેવા કહ્યું હતું. સિસોદિયાએ કહ્યું કે, અન્ય રાજ્યોમાંથી દિલ્હીમાં ઓક્સિજન પહોંચાડવાની મંજૂરી નથી અપાઈ રહી. તેમણે કહ્યું કે ઓક્સિજનને લગતી તમામ હોસ્પિટલોમાંથી ફોન આવી રહ્યા છે. જુદા જુદા રાજ્યોમાંથી ઓક્સીજનનો સપ્લાય અટકાવવામાં આવી રહ્યો છે. ઓક્સિજનના સપ્લાય અંગે રાજ્યો વચ્ચે જંગલરાજ ન થવું જોઇએ, આ માટે કેન્દ્ર સરકારે ખૂબ સંવેદનશીલ અને સક્રિય રહેવું પડશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દિલ્હીમાં મૃત્યુઆંક વધી રહ્યો છે
19 એપ્રિલે સોમવારે DELHI માં કોરોના વાયરસના કારણે 240 લોકોનાં મોત નીપજ્યાં, જે મહામારી શરૂ થઇ ત્યાર પછી એક દિવસમાં સૌથી વધુ મૃત્યુઆંક છે. આ સાથે, રાજધાનીમાં કોરોનાના 23,686 નવા કેસ નોંધાયા છે, જેના કારણે સંક્રમણનો દર 26.12 ટકા થઈ ગયો છે. શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં 823 લોકોનાં મોત કોરોનાને કારણે થયા છે.19 એપ્રિલે રવિવારે દિલ્હીમાં કોરોનાના 25,462 નવા કેસ નોંધાયા હતા, જે એક જ દિવસમાં સૌથી વધુ કેસ હતા.

કોમનવેલ્થ વિલેજમાં દિલ્હી સરકારે હોસ્પિટલ બનાવી
DELHI ની હોસ્પિટલોમાં બેડની અછત બાદ હવે દિલ્હી સરકારે એક મોટું પગલું ભર્યું છે. દિલ્હી સરકારે કોમનવેલ્થ વિલેજમાં એક હોસ્પિટલ શરૂ કરી છે. આ હોસ્પિટલમાં 436 બેડ ઉપલબ્ધ છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ આ અંગે માહિતી આપી છે. દિલ્હીમાં રેકોર્ડ સંખ્યામાં નવા કોરોના કેસ નોંધાયા છે.

Next Article