Trains Cancelled: Indian Railwaysએ રદ કરી 385 જેટલી ટ્રેન, આ રીતે ચેક કરો લિસ્ટ

|

Jan 18, 2022 | 4:52 PM

ભારતીય રેલ્વે દ્વારા આજે 18 જાન્યુઆરીએ 385 ટ્રેનો રદ્દ કરવામાં આવી. સાથે સાથે 22નું મૂળ સ્ટેશન બદલ્યું અને 20ને ટૂંકાવી દેવામાં આવી છે. આ પાછળ ઓપરેશનલ કારણો અને ધુમ્મસભર્યા હવામાનને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

Trains Cancelled: Indian Railwaysએ રદ કરી 385 જેટલી ટ્રેન, આ રીતે ચેક કરો લિસ્ટ
Trains cancelled by Indian Railways (Symbolic Image)

Follow us on

ભારતીય રેલ્વે (Indian Railways) દ્વારા આજે 18 જાન્યુઆરીએ 385 ટ્રેનો (Trains Cancelled) રદ કરવામાં આવી. સાથે સાથે 22નું મૂળ સ્ટેશન બદલ્યું અને 20ને ટૂંકાવી દેવામાં આવી છે. ભારતીય રેલ્વેએ દરરોજની જેમ આજે સવારે અસરગ્રસ્ત ટ્રેનોની યાદી અપડેટ કરી છે. આ પાછળ ઓપરેશનલ કારણો અને ધુમ્મસભર્યા હવામાનને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. રદ કરાયેલી ટ્રેનોમાં દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત (Gujarat), પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, પંજાબ, આસામ અને બિહાર વચ્ચે ચાલતી ટ્રેનોનો સમાવેશ થાય છે.

રેલ્વેએ 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાંથી પસાર થતી વિવિધ ટ્રેનોને રદ કરી દીધી છે. લખનૌ-આલમનગર સેક્શનમાં ઈન્ટરલોકિંગના કામને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એ જ રીતે છત્તીસગઢ અને બિહારમાંથી પસાર થતી 17થી વધુ એક્સપ્રેસ ટ્રેનો પણ રદ કરવામાં આવી હતી. રેલવે સત્તાવાળાઓએ 5 ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે અને 4 ટ્રેનોને ડાયવર્ટ કરી છે. South East Central રેલવેના રાયપુર-બિલાસપુર વિભાગના ખારસિયા-રોબર્ટસન વિભાગમાં ચોથી લાઈન માટે ચાલી રહેલા કામને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કામને કારણે રેલપુર-બિલાસપુર ડિવિઝનમાં વિવિધ ટ્રેનોના સંચાલનને અસર થઈ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રેલ્વે દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ NTES Website અથવા NTES એપની મુલાકાત લઈને આ ટ્રેનોના વાસ્તવિક આગમન-પ્રસ્થાનની વિગતો મેળવી શકે છે. ભારતીય રેલવેના નિયમો અનુસાર જો તમે IRCTC દ્વારા ટિકિટ બુક કરાવી હોય તો તમારે ઈ-ટિકિટ રદ કરવાની જરૂર નથી.

તમારી ટ્રેન રેલવે દ્વારા રદ કરવામાં આવી હશે તો ટિકિટ આપમેળે રદ થઈ જશે અને તમને 3થી 7 દિવસમાં તમારા બેન્ક એકાઉન્ટમાં રિફંડ મળી જશે. પરંતુ જો તમે PRS કાઉન્ટર દ્વારા ટિકિટ બુક કરાવી હોય તો તમારે PRS કાઉન્ટર પર જઈને સંબંધિત ફોર્મ ભરીને રિફંડ મેળવવાનું રહેશે.

રદ કરાયેલી ટ્રેનોની સંપૂર્ણ સૂચિ આ રીતે તપાસો

Step 1: મુલાકાત લો: NTES વેબસાઇટની અને મુસાફરીની તારીખ પસંદ કરો

 

Step 2: સ્ક્રીનની ટોચની પેનલ પર Exceptional Trains પસંદ કરો અને Cancelled trains પર ક્લિક કરો

 

Step 3: સમય, રૂટ અને અન્ય વિગતો સાથે ટ્રેનોનું સંપૂર્ણ લિસ્ટ જોવા માટે સંપૂર્ણ અથવા આંશિક વિકલ્પ પસંદ કરો.

 

આ પણ વાંચો: ભગવંત માન પંજાબમાં AAPના મુખ્ય પ્રધાનપદનો ચહેરો હશે, અરવિંદ કેજરીવાલે લોકોના સૂચનો પછી કરી જાહેરાત

આ પણ વાંચો: ગુપ્તચર એજન્સીઓ એલર્ટ, 26 જાન્યુઆરીએ આતંકવાદીઓ પીએમ મોદીને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા છે

Published On - 4:38 pm, Tue, 18 January 22

Next Article