Coronavirus : કોરોનાની બીજી લહેરથી 1 કરોડ બેરોજગાર, પહેલી-બીજી લહેરથી 97 ટકા કુંટુંબની આવક ઘટી

|

Jun 01, 2021 | 12:14 PM

Coronavirus : કોરોના મહામારીની બીજી લહેરના (Second wave) કારણે દેશમાં એક કરોડથી વધારે લોકો બેરોજગાર થઇ ચૂક્યા છે. જ્યારે પહેલી લહેરને લઇ અત્યારસુધી 97ટકા કુંટુંબોની આવક ઓછી નોંધાઇ છે. Centre for Monitoring Indian Economy (CMIE)ના CEO મહેશ વ્યાસે  આ જાણકારી આપી.

Coronavirus : કોરોનાની બીજી લહેરથી 1 કરોડ બેરોજગાર, પહેલી-બીજી લહેરથી 97 ટકા કુંટુંબની આવક ઘટી
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus : કોરોના મહામારીની બીજી લહેરના (Second wave) કારણે દેશમાં એક કરોડથી વધારે લોકો બેરોજગાર થઇ ચૂક્યા છે. જ્યારે પહેલી લહેરને લઇ અત્યાર સુધી 97 ટકા કુંટુંબની આવક ઓછી નોંધાઇ છે. Centre for Monitoring Indian Economy (CMIE)ના CEO મહેશ વ્યાસે  આ જાણકારી આપી.

વ્યાસના પ્રમાણે શોધ સંસ્થાના આંકલન પ્રમાણે બેરોજગારી દર મે મહિનામાં 12ટકા હતો જે એપ્રિલમાં 8 ટકા હતો. આ દરમિયાન લગભગ એક કરોડ ભારતીયની નોકરી રહી નથી. આનુ મુખ્ય કારણ કોરોના સંક્રમણની બીજી લહેર છે. તેમણે કહ્યુ કે અર્થવ્યવસ્થામાં કામકાજ શરુ થયા બાદ અમુક હદ સુધી સમસ્યાનું સમાધાન થઇ શકે છે. પરંતુ સંપૂર્ણ સમાધાન નહિ થાય.વ્યાસે જણાવ્યુ કે જે લોકોની નોકરી ગઇ છે. તેમને માટે નોકરી શોધવી મુશ્કેલ છે.

આના પરથી ખ્યાલ આવે છે કે  સ્થિતિ સારી થવામાં સમય લાગી શકે છે.મહત્વપૂર્ણ છે કે ગયા વર્ષે મહામારીને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન લગાડવામાં આવ્યુ હતું. જેના કારણે બેરોજગારીનો દર 23.5 ટકાના રેકોર્ડ સ્તર પર ચાલ્યો ગયો હતો. એક્સપર્ટ માને છે કે સંક્રમણની બીજી લહેર ચરમ પર છે. હવે ધીમે-ધીમે રાજ્યો કડકાઇમાં છૂટ આપી રહ્યા છે અને આર્થિક ગતિવિધિઓને મંજૂરી આપવાનું શરુ કરશે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

વ્યાસે કહ્યુ કે CMIEએ એપ્રિલમાં 1.75લાખ પરિવારનો દેશવ્યાપી સર્વે કર્યો. સર્વેમાં સામેલ પરિવારમાંથી માત્ર 3 ટકા લોકોએ આવક વધવાની વાત કહી જ્યારે 55 ટકા લોકોએ કહ્યુ કે તેમની આવક ઘટી છે. સર્વેમાં 42 ટકા લોકોએ કહ્યુ કે આવક ગયા જેટલી જ છે.દેશમાં 97 ટકા પરિવારની આવક મહામારી દરમિયાન ઓછી થઇ છે.

Next Article