
ઓનલાઇન શોપિંગ દરમિયાન જો તમારો સામાન સમયસર ડિલિવર ન થાય અથવા ખરાબ, ક્ષતિગ્રસ્ત (ડેમેજ) કે ઓર્ડર કરતાં અલગ સ્થિતિમાં પહોંચે, તો પરેશાન થવાની જરૂર નથી. આવા કિસ્સાઓમાં ગ્રાહકોને પોતાના અધિકારોની જાણકારી હોવી જોઈએ.
કોઈ સમસ્યાનું નિવારણ મેળવવા માટે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) ના નંબર 1915 પર ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય WhatsApp નંબર 8800001915 પર પણ મેસેજ મોકલીને પોતાની ફરિયાદ નોંધાવી શકાય છે.
જણાવી દઈએ કે, નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) નું સંચાલન ભારત સરકારના ઉપભોક્તા બાબતોના વિભાગ (Department of Consumer Affairs) દ્વારા કરવામાં આવે છે. જો બજારમાંથી ખરીદેલા કોઈ ઉત્પાદનમાં ખામી હોય અને કંપની કે વિક્રેતા તમારી ફરિયાદનો ઉકેલ ન લાવતા હોય, તો તમે NCH પર ફરિયાદ નોંધાવી શકો છો.
ફરિયાદ મળ્યા બાદ સંબંધિત કેસને નિર્ધારિત પ્રક્રિયા અને સમયસીમા હેઠળ આગળ વધારવામાં આવે છે. આથી, ગ્રાહકોને પોતાની સમસ્યાના નિવારણ માટે યોગ્ય મંચ મળી શકે.
જો ઓનલાઇન શોપિંગ કે અન્ય કોઈ ગ્રાહક સેવા સાથે જોડાયેલી ફરિયાદનો ઉકેલ ન આવતો હોય, તો તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) પર ફરિયાદ નોંધાવી શકો છો. ઉપભોક્તા બાબતોના વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ માટે ટોલ-ફ્રી નંબર 1915 પર કૉલ કરી શકાય છે.
આ હેલ્પલાઇન અઠવાડિયાના સાતેય દિવસ ઉપલબ્ધ છે અને અહીં 12 ભાષાઓમાં ફરિયાદ નોંધાવવાની સુવિધા છે. આ પછી ગ્રાહક પોતાની ફરિયાદનું સ્ટેટસ પણ ટ્રેક કરી શકે છે. આ સિવાય, જો તમે સીધો કૉલ કરવા ન માગતા હોવ, તો 8800001915 નંબર પર SMS મોકલીને Call Back Request પણ કરી શકો છો. આ પછી હેલ્પલાઇન તરફથી તમારો સંપર્ક કરવામાં આવી શકે છે.