ઓનલાઈન ક્લાસ વચ્ચે નેટવર્કનું નડતર,રોજ બે કિલોમીટર પહાડ પર ચઢીને નેટવર્ક મેળવો અને ભણો,ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ કરશે મદદ

|

Jul 24, 2020 | 11:10 AM

  કોરોનાનાં કપરા સમયમાં આર્થિક,સામાજીક કે પછી શૈક્ષણિક વ્યહવાર હોય હજુ સુધી પાટે નથી ચઢ્યા, તેવામાં હવે બાળકોને ઓનલાઈન ક્લાસ માટે સજ્જ થવું પડી રહ્યું છે. જોકે શહેરી વિસ્તારો કે જ્યાં નેટવર્કનો સૌથી વધારે પ્રોબલેમ હોય છે ત્યાં બાળકો માટે આનલાઈન ક્લાસ કરવા કોઈ આફત કે પછી પહાડ ચઢવાથી કમ નથી. જી હાં, અમે વાત […]

ઓનલાઈન ક્લાસ વચ્ચે નેટવર્કનું નડતર,રોજ બે કિલોમીટર પહાડ પર ચઢીને નેટવર્ક મેળવો અને ભણો,ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ કરશે મદદ
http://tv9gujarati.in/online-class-vac…vag-karshe-madad/

Follow us on

 

ઓનલાઈન ક્લાસ માટે આ વિદ્યાર્થી 2 કિલોમીટર દુર પહાડ પર ચઢીને સવારે 8 વાગ્યે જાય છે અને ખુરશી-ટેબલ મુકીને ભર તડકામાં 1 વાગ્યા સુધી તે ભણે છે, આ બધુ એટલા માટે કરે છે કેમકે તેના ઘરમાં નેટવર્ક નથી આવી રહ્યું. વિદ્યાર્થીની ભણવા પરત્વેની લગન જોઈને ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરીને તેને મદદ કરવાની વાત કરી છે.

સમગ્ર દેશમાં 4 મહિનાથી લગાતાર કોવીડ-19નો કહેર ચાલી રહ્યો છે તે વચ્ચે ઓનલાઈન એજ્યુકેશન શરૂ થઈ ગયું છે પરંતુ અમુક ગ્રામ્ય વિસ્તાર એવા છે કે જ્યાં ઓનલાઈન ક્લાસએક પડકારથી કમ નથી. રાજસ્થાનનાં બાડમેર જિલ્લાનો રહેવાવાળો હરીશ કે જે જીલ્લાનાં મુખ્યાલયથી 20 કિલોમીટર દુર ગામમાં રહે છે. હવે જ્યારે ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે પરંતુ ગામમાં એક પણ મોબાઈલ નેટવર્ક નથી આવી રહ્યું, એટલે જ બે કિલોમીટર દુર પહાડ પર ચઢીને તે સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી 40 થી 45 ડિગ્રી સુધીનાં તાપમાનમાં પોતાની ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરી રહ્યો છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
આટલી મોટી મુશ્કેલી છતા પણ હરીશનું મનોબળ સાતમા આસમાન પર છે અને તે જોઈને ભારતનાં ખ્યાતનામ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ હરીશની મદદ માટે આગળ આવ્યા છે, આ માહિતિ વિરેન્દ્ર સેહવાગે ટ્વીટનાં માધ્યમથી આપી છે.રાજસ્થાનનાં બોડમેર જીલ્લાનાં દરૂડા ગામનો રહીશ, હરીશ કુમાર જીલ્લાનાં પચપદરા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં સાતમાં ધોરણમાં અભ્યાસ કરે છે. કોવીડને લઈહાલમાં શાળા બંધ છે અને દોઢ મહિનાથી લગાતાર ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે

જ્યારે હરીશે ઓનલાઈન ક્લાસ માટે ઈન્ટરનેટ ઓન કર્યું તો નેટની કનેક્ટીવીટી જ નોહતી, જેથી તેણે નક્કી કર્યું કે તે કોઈ પણ સંજોગોમાં પોતાનું ભણવાનું નહી છોડે. હરીશે નક્કી કર્યું છે કે તે સવારે વહેલો ઉઠીને 2 કિલોમીટર પહાડ પર જઈને ટેબલ અને ખુરશી સાથે પોતાના ક્લાસ એટેન્ડ કરશે.

હરીશનાં જણાવ્યા પ્રમાણે ગામમાં ઈન્ટરનેટની કનેક્ટીવિટી નથી પણ તે કોઈ પણ હાલમાં ક્લાસ મિસ નથી કરવા માગતા અને એટલે જ તેણે આ સફર નક્કી કરી છે. મુશ્કેલીઓ તો ઘણી આવી રહી છે પરંતુ તેનું મનોબળ મજબુત છે અને એટલે જ તે પાંચ કલાક સુધી ગમે તે રીતે ભણે છે.

હરીશનાં પિતા વીરમદેવ જણાવે છે કે આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં ઈન્ટરનેટની કનેક્ટીવીટી નથી જેને લઈને ઓનલાઈન શિક્ષણમાં પ્રોબલેમ થાય છે, એવામાં સરકારે ઓનલાઈન એજ્યુકેશન માટે ઈન્ટરનેટ કનેક્ટીવીટીને ઠીક કરાવવી જોઈએ કે જેથી કરીને કોવીડ-19માં પણ ગ્રામ્ય વિસ્તારોનાં બાળકો ભણી શકે.

 

Next Article