ATMમાંથી 10 હજાર રૂપિયાથી વધારે રોકડ ઉપાડવા પર કરવુ પડશે આ કામ, આ બૅન્કે બદલ્યો નિયમ

|

Aug 28, 2019 | 9:31 AM

આજે લગભગ દરેક લોકો ATMનો ઉપયોગ કરે છે પણ ATMના ઉપયોગની સાથે તેનાથી થતી છેતરપિંડી પણ ખુબ વધી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે પિન નંબર સિવાય વન ટાઈમ પાસવર્ડ (OTP)ની સુવિધા શરૂ કરવામાં આવી છે. જો તમે એક દિવસમાં ATMથી 10 હજાર રૂપિયાથી વધારે રકમ નિકાળવા ઈચ્છો છો તો તમારે પિન નંબરની સાથે OTP […]

ATMમાંથી 10 હજાર રૂપિયાથી વધારે રોકડ ઉપાડવા પર કરવુ પડશે આ કામ, આ બૅન્કે બદલ્યો નિયમ

Follow us on

આજે લગભગ દરેક લોકો ATMનો ઉપયોગ કરે છે પણ ATMના ઉપયોગની સાથે તેનાથી થતી છેતરપિંડી પણ ખુબ વધી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે પિન નંબર સિવાય વન ટાઈમ પાસવર્ડ (OTP)ની સુવિધા શરૂ કરવામાં આવી છે.

જો તમે એક દિવસમાં ATMથી 10 હજાર રૂપિયાથી વધારે રકમ નિકાળવા ઈચ્છો છો તો તમારે પિન નંબરની સાથે OTP નંબર પણ આપવો પડશે. સાર્વજનિક ક્ષેત્રની કેનરા બૅન્કે ATMમાંથી રોકડ ઉપાડવા માટે OTP સુવિધાની શરૂઆત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મળતી માહિતી મુજબ અન્ય બૅન્ક પણ ઝડપી જ કેનરા બૅન્કના આ નિર્ણયને અપનાવશે અને ATMથી 10 હજાર રૂપિયાથી વધારે રોકડ ઉપાડવા પર OTP ફરજિયાત કરશે. આ સંદર્ભમાં સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે RBIના આદેશનું બધી જ બૅન્કોને પાલન કરવું પડશે. RBIએ સ્પષ્ટ રીતે કહ્યું કે ATM સાથેની છેતરપિંડી રોકવી પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પહેલા ATM છેતરપિંડીને રોકવા માટે દિલ્હી સ્ટેટ લેવલ બૅન્કર્સ કમિટી (SLBC)એ ઘણી સલાહો આપી હતી. કમિટીએ 2 ATM ટ્રાન્ઝેક્શનની વચ્ચે 6 થી 12 કલાકનો સમય રાખવાની સલાહ આપી હતી. તે સિવાય ATM માટે સેન્ટ્રલાઈઝ્ડ મોનિટરિંગ સિસ્ટમની પણ સલાહ આપી હતી. સેન્ટ્રલાઈઝ્ડ મોનિટરિંગ સિસ્ટમ OBC બૅન્ક, ભારતીય સ્ટેટ બૅન્ક, PNB, IDBI બૅન્ક અને કેનરા બૅન્કમાં પહેલેથી જ લાગૂ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

ATMની છેતરપિંડીની વાત કરીએ તો વર્ષ 2018-19 દરમિયાન દિલ્હીમાં 179 ATM ફ્રોડના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે મહારાષ્ટ્રની નજીક 233 ATM છેતરપિંડીના કેસ સામે આવ્યા છે. વર્ષ 2018-19માં દેશભરમાં 980 ATM છેતરપિંડીના કેસ સામે આવ્યા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article