એકવાર કોરોના થઈ ગયો હોય તો, જો આટલી દેખરેખ રાખશો તો, ફરી નહી થાય કરોનો

|

Dec 03, 2020 | 3:16 PM

કોરોનાની મહામારીમાં લોકોને પોતાના આરોગ્ય માટે ચિંતા પ્રસરી છે. નિષ્ણાંત તબીબોનુ માનવુ છે કે, એકવાર થઈ ચૂકેલો કોરોના ફરીથી પણ થઈ શકે છે. ખાસ કરીને વૃધ્ધ અથવા કોરોનાથી સાજા થઈને ફરી પોતાના આરોગ્યને લગતી સાવચેતી ના રાખે તેમને કોરોના થઈ શકે છે. જેમને કોરોના થાય છે એમને શરીરની અંદર ભારે નબળાઈ આવી જાય છે. આવા […]

એકવાર કોરોના થઈ ગયો હોય તો, જો આટલી દેખરેખ રાખશો તો, ફરી નહી થાય કરોનો

Follow us on

કોરોનાની મહામારીમાં લોકોને પોતાના આરોગ્ય માટે ચિંતા પ્રસરી છે. નિષ્ણાંત તબીબોનુ માનવુ છે કે, એકવાર થઈ ચૂકેલો કોરોના ફરીથી પણ થઈ શકે છે. ખાસ કરીને વૃધ્ધ અથવા કોરોનાથી સાજા થઈને ફરી પોતાના આરોગ્યને લગતી સાવચેતી ના રાખે તેમને કોરોના થઈ શકે છે. જેમને કોરોના થાય છે એમને શરીરની અંદર ભારે નબળાઈ આવી જાય છે. આવા લોકોને જે તે સિઝનમાં ફેલાતા રોગચાળોનો ચેપ સહેલાઈથી લાગી શકે છે. જે લોકો કોરોનાના એકવાર શિકાર થઈ ચૂક્યા છે તેઓ જો દિવસ દરમિયાન આ પાંચ વસ્તુઓનુ ધ્યાન રાખે તો તો તેમને કોરોના સહીતની બીજી બિમારી સામે રક્ષણ મળી રહેશે.

પોષક આહાર
કોરોનાથી સાજા થયા પછી ખોરાક બાબતે બેદરકાર રહેવાની ભૂલ ના કરવી. રોજીદા ભોજનમાં વધુ પ્રોટીન લો. આ માટે, દાળ, લીલા કઠોળ અથવા ઇંડા ખાઈ શકો છો. દિવસ દરમિયાન 8-9 ગ્લાસ પાણી પીવુ. આ સિવાય એકસાથે પેટ ભરવાના બદલે થોડી થોડી વારે કંઇક ખાતા રહેવુ. આમ કરવાથી તમારી પાચક સિસ્ટમ પર અસર નહીં થાય અને તમારા શરીરની ઉર્જા જળવાઈ રહેશે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

શારીરિક કસરત

કોરોનાથી સાજા થનાર વ્યક્તિએ રોજ હળવી કસરતો કરવી જોઈએ. આ માટે, દરરોજ 30 મિનિટ ચાલવા અથવા કોઈપણ સરળ યોગ કે હળવી કસરત કરી શકાય.

માનસિક કસરત
એવું જોવામાં આવ્યુ છે કે, કોરોનાથી સાજા થતાં મોટાભાગના દર્દીઓના માનસિક સ્વાસ્થ્યન ઉપર અસર વર્તાઈ રહી છે. કોઈ વસ્તુ મૂક્યા પછી તે ક્યા રાખી છે તે ભૂલી જવાની સમસ્યા સૌથી વધુ છે. આ સમસ્યાથી બચવા માટે, દિવસમાં એકાદ વાર લુડો, પત્તા, ચેસ જેવી બુધ્ધિ કૌશ્લયવાળી રમત રમવી જોઈએ.

ઓક્સિજનનું પ્રમાણ જાળવવુ
કોરાનાની સૌથી વધુ અસર ફેફસામાં જોવા મળે છે. કોરોનાથી સાજા થયા બાદ ઓક્સિજનનુ પ્રમાણ સતત તપાસતા રહેવુ જોઈએ. જો ઓક્સિજનનું પ્રમાણ 90થી નીચે જતુ રહે તો, તમારા ડોકટરનુ ધ્યાન દોરીને તેમના માર્ગદર્શન મુજબ કામ કરવુ જોઈએ.

આવી સ્થિતિમાં તબીબનો સંપર્ક કરવો.
જો આપ કોરોનાથી સાજા થઈ ચૂક્યા હોવ, અને થોડાક દિવસો બાદ, શ્વાસમાં તકલીફ થાય, છાતીમાં ભીસ જેવુ લાગવું, અચાનક બહુ પરસેવો આવવો, વર્ટીગોના લક્ષણો જણાય તો ત્વરીત જ ડોકટરનો સંપર્ક કરીને દવા કરાવવી જોઈએ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article