હાઈકોર્ટના આદેશ સામે દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘હિજાબને પરીક્ષા સાથે કોઈ લેવાદેવા નથી’

|

Mar 24, 2022 | 2:37 PM

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે, પરીક્ષાને હિજાબ સાથે કોઈ લેવાદેવા નથી. કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગનો ઉલ્લેખ કરતા આ વાત કહી હતી.

હાઈકોર્ટના આદેશ સામે દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું, હિજાબને પરીક્ષા સાથે કોઈ લેવાદેવા નથી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરુવારે કહ્યું કે, પરીક્ષાને હિજાબ સાથે કોઈ લેવાદેવા નથી. હકીકતમાં કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગનો ઉલ્લેખ કરતા આ વાત કહી હતી. અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે (Devadatt Kamat) કર્ણાટક હાઈકોર્ટના (Karnataka High Court) આદેશને પડકારતી અરજીઓ પર તાત્કાલિક સુનાવણીની માંગ કરતી તેમની અરજીનો ઉલ્લેખ કર્યો હતો. હાઈકોર્ટ દ્વારા હિજાબ પર પ્રતિબંધ સામેની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી.

વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે કહ્યું કે, પરીક્ષા 28 માર્ચથી શરૂ થઈ રહી છે. પરંતુ સત્તાવાળાઓ શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓને પ્રવેશ નથી આપી રહ્યા. જેના કારણે વિદ્યાર્થીઓનું એક વર્ષ વેડફાઈ શકે છે. આના પર ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું, “પરીક્ષાને હિજાબના મુદ્દા સાથે કોઈ લેવાદેવા નથી.” કોર્ટે વકીલને આ મુદ્દાને સનસનાટીભર્યા ન બનાવવા પણ કહ્યું. ગયા અઠવાડિયે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરના પ્રતિબંધને યથાવત રાખવાના કર્ણાટક હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલ હોળીની રજા પછી સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવશે.

હિજાબ પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા

કેટલાક અરજદારોએ કર્ણાટક સરકારના નિર્ણયને યથાવત રાખવાના આદેશને પડકારીને સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો. સરકારના આદેશ મુજબ શાળા-કોલેજોમાં ડ્રેસ કોડનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સુપ્રીમ કોર્ટમાં કરેલી અપીલમાં કહેવામાં આવ્યું હતું કે, સરકારી અધિકારીઓના સાવકા વર્તનથી વિદ્યાર્થીઓ તેમના વિશ્વાસનું પાલન કરતા નથી. જેના કારણે કાયદો અને વ્યવસ્થામાં સમસ્યા સર્જાઈ છે. અપીલમાં કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટનો આદેશ સદંતર નિષ્ફળ રહ્યો છે. તે પરિસ્થિતિની ગંભીરતા તેમજ ભારતના બંધારણની કલમ 25 હેઠળ સમાવિષ્ટ આવશ્યક ધાર્મિક પ્રથાઓના મૂળભૂત પાસાને સમજી શક્યું નથી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કેવી રીતે શરૂ થયો હિજાબ વિવાદ?

હિજાબ વિવાદ આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયો હતો, જ્યારે ઉડુપીમાં સરકારી સંચાલિત પીયુ કોલેજે કથિત રીતે હિજાબ પહેરેલી છ છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી છોકરીઓને એડમિશન ન અપાતા કોલેજની બહાર ધરણા પર બેસી ગઈ હતી. આ પછી ઉડુપીની ઘણી કોલેજોના છોકરાઓ કેસરી સ્કાર્ફ પહેરીને ક્લાસમાં આવવા લાગ્યા. આ વિરોધ રાજ્યના અન્ય ભાગોમાં પણ ફેલાઈ ગયો અને કર્ણાટકમાં ઘણી જગ્યાએ વિરોધ અને આંદોલનો થયા. પરિણામે, કર્ણાટક સરકારે કહ્યું કે, તમામ વિદ્યાર્થીઓએ ડ્રેસ કોડનું પાલન કરવું જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી નિષ્ણાત સમિતિ આ મુદ્દે નિર્ણય ન લે ત્યાં સુધી હિજાબ અને કેસરી સ્કાર્ફ બંને પર પ્રતિબંધ છે.

આ પણ વાંચો: NCHM JEE 2022 Exam: NTA NCHM JEE પરીક્ષાની તારીખ લંબાવાઈ, અહીં તપાસો તમામ વિગતો

આ પણ વાંચો: UPSC Exam: કોરોનાને કારણે UPSC પરીક્ષા આપી શક્યા નહોતા, આયોગે સુપ્રીમ કોર્ટને Re-exam અંગે આપી માહિતી

Next Article