TRACTOR MARCH: ખેડૂત નેતાનું એલાન-26 જાન્યુઆરીએ ફક્ત આ જ જગ્યા પર થશે ટ્રેક્ટર માર્ચ

|

Jan 14, 2021 | 3:32 PM

ખેડૂતોએ 26 જાન્યુઆરી  (26 JANUARY) ગણતંત્ર દિવસે એક ટ્રેક્ટર માર્ચનું (TRACTOR MARCH) એલાન કર્યું છે. આ વચ્ચે ભારતીય ખેડૂત યુનિયનના નેતા બલવીરસિંહ રાજેવાલાએ હાલમાં જ એક સ્પષ્ટતા કરી છે.

TRACTOR MARCH: ખેડૂત નેતાનું એલાન-26 જાન્યુઆરીએ ફક્ત આ જ જગ્યા પર થશે ટ્રેક્ટર માર્ચ
ટ્રેકટર માર્ચ યોજવાની ખેડૂત નેતાની જાહેરાત

Follow us on

છેલ્લા ઘણા દિવસથી ખેડૂતો ત્રણ કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધને લઈને ખેડૂતોએ 26 જાન્યુઆરી  (26 JANUARY) ગણતંત્ર દિવસે એક ટ્રેક્ટર માર્ચનું (TRACTOR MARCH) એલાન કર્યું છે. આ વચ્ચે ભારતીય ખેડૂત યુનિયનના નેતા બલવીરસિંહ રાજેવાલાએ હાલમાં જ એક સ્પષ્ટતા કરી છે.

બલવીરસિંહ રાજેવાલાએ એક પત્રમાં સ્પષ્ટતા કરી છે કે, ટ્રેક્ટર માર્ચ (TRACTOR MARCH) ફક્ત હરિયાણા-નવી દિલ્લી બોર્ડર પર થશે. લાલ કિલ્લા પર નહિ થાય. આ સાથે જ રાજેવાલાએ તે ખેડૂતોને પણ દૂર રહેવાનું કહ્યું છે જે ખેડૂતો માર્ચ ટ્રેક્ટર (TRACTOR MARCH) કાઢવાની કોશિશ કરી રહ્યા હતા. આ સાથે જ આ ખેડૂતોની સાથે મહિલાઓ પણ રાજપથથી ટ્રેક્ટર માર્ચમાં સામેલ થશે.

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર થઇ ગઈ હતી કે 26 મી જાન્યુઆરીના (26 JANUARY)  દિવસે ટ્રેક્ટર માર્ચ (TRACTOR MARCH)  અને ટ્રૉલી માર્ચ અથવા તો કોઇ અન્ય પ્રદર્શન માટે રોક લગાવવાની માંગ કરી હતી. આ સાથે જ જણાવ્યું હતું કે, આ પ્રકારના પ્રદર્શનથી દેશને શરમથી જુકવાનો વારો આવશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ટ્રેક્ટર માર્ચને(TRACTOR MARCH)  લઈને પંજાબના 2 ગામમાં એલાન કર્યું છે કે, દરેક ઘરમાંથી એક ટ્રેક્ટર બોર્ડર પર પહોંચી અને માર્ચમાં સામેલ થાય. જેની પાસે ટ્રેક્ટર નથી તે પેટ્રોલ-ડીજલનો ખર્ચ આપે. આ સાથે જ એલાન કર્યું છે કે, જે આ બંને વાત નહિ માને તેને દંડ ભરવાનો રહેશે.

Next Article