OMG : આસામની મહિલા સબ ઇન્સ્પેક્ટરે તેના ભાવિ પતિની કરી ધરપકડ , જાણો સમગ્ર મામલો

|

May 06, 2022 | 2:59 PM

આસામના (Assam) શિવસાગર જિલ્લામાં એક મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરે ચોંકાવનારું કામ કર્યું છે. મહિલા સબ ઈન્સ્પેક્ટરે લગ્નના થોડા મહિના પહેલા જ તેના ભાવિ પતિની ધરપકડ કરી છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

OMG : આસામની મહિલા સબ ઇન્સ્પેક્ટરે તેના ભાવિ પતિની કરી ધરપકડ , જાણો સમગ્ર મામલો
Assam Lady Sub Inspector & Her Fiancé (File Photo)

Follow us on

આસામની (Assam) આ મહિલા સબ ઇન્સ્પેક્ટરનો (Lady Sub Inspector) મામલો અત્યારે ખુબ ચર્ચામાં (Trending) છે. શા માટે તેણીને તેના ભાવિ પતિની (Fiancé) ધરપકડ કરવી પડી તે પ્રશ્ન ઘણાના મનમાં અત્યારે ઉદભવી રહ્યો છે. આ ઘટના નાગાંવ પોલીસ સ્ટેશનમાં બની હતી. જ્યાં મહિલા સબ ઈન્સ્પેક્ટર જોનમાઈ રાભાએ તેના મંગેતર રાણા પગાગની છેતરપિંડીના કેસમાં (Fraud Case) ધરપકડ કરી છે. અમે તમને જણાવી દઈએ કે, આ કપલે ગયા વર્ષે ઓક્ટોબરમાં સગાઈ (Engagement) કરી હતી. આ કપલ આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવાના હતા.

તેણીના મંગેતર સામે શું આરોપ હતો ??

આ મહિલા સબ ઈન્સ્પેક્ટરના ભાવિ પતિ રાણા પગાગે લોકોને ખોટા પરિચય આપીને અને તેમને મોટી -મોટી નોકરી અપાવવાના બહાને પૈસા પડાવી લીધા હતા. જોનમાઈએ આ કેસમાં તેના મંગેતરની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહિલા ઈન્સ્પેક્ટરના મંગેતર રાણાએ ઓઈલ ઈન્ડિયા લિમિટેડના પીઆર ઓફિસર તરીકે તેની બોગસ ઓળખ જાહેર કરી હતી, અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં નોકરી અપાવવાના બહાને અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી.

જાણો આ અંગે મહિલા સબ ઇન્સ્પેક્ટરનું શું કહેવું છે ??

તે અંતર્ગત, આસામના નાગાંવ જિલ્લામાં તૈનાત એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે તેના મંગેતર વિરુદ્ધ FIR નોંધી હતી અને તેની ધરપકડ કરી હતી. આરોપીની અટકાયત કરીને તેને નાગાંવ જિલ્લા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. આરોપી ગત વર્ષે, જાન્યુઆરી 2021માં સબ-ઇન્સ્પેક્ટર જોનમાઈને મળ્યો હતો. તે સમયે તેણી માજુલી પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતી. આ મહિલા સબ ઈન્સ્પેક્ટરે પરિવારના આશીર્વાદ લઈને થોડા સમય બાદ સગાઇ કરી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાગાંવમાં પોસ્ટિંગ બાદ જોનમાઈને તેના મંગેતર રાણાની કોઈ નોકરી છે કે નહીં, તે અંગે શંકા હતી. તેણે મીડિયાને કહ્યું કે, ”દેખીતી રીતે તેના મંગેતરની પાસે કોઈ કામ નથી, અને તેણે ખોટું બોલીને મારી સાથે સગાઈ કરી લીધી હતી. ત્યારબાદ તેણે એવું બહાનું આપ્યું કે જ્યાં તેની બદલી થઈ છે તે જગ્યાએ તે જવા માંગતો નથી. તે તેની ભાવિ પત્નીથી દૂર નહીં રહે.”

મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરે જોનમાઈએ આગળ કહ્યું છે કે, તેણી ભગવાનની હંમેશા આભારી રહેશે કે તેમણે તેને એક મોટી મુસીબતમાંથી બચાવી લીધી છે. એક ખોટા વ્યક્તિનો સાથ તેણે છોડી દીધો છે. જોનમાઈ કહે છે કે હંમેશા અન્યાન્ય કરતા લોકો અને અન્યાયની સામે મક્કમપણે અવાજ ઉઠાવવો જ જોઈએ.

Next Article