3 મહિનામાં 3 વખત વધ્યા ગેસ સિલીન્ડરના ભાવ, જાણો હવે સબસિડીવાળા અને સબસીડી વગરના ગેસ સિલીન્ડર માટે કેટલા પૈસા ચૂક્વવા પડશે

|

Jun 01, 2019 | 8:43 AM

1 જૂનથી લોકો માટે રસોઈ બનાવવી વધારે મોંઘી થઈ ગઈ છે. ઓઈલ કંપનીઓએ ચૂંટણી પૂર્ણ થયા પછી સબસિડીવાળા અને સબસિડી વગરના સિલીન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. આ સતત ત્રીજો મહિનો છે કે ગેસ સિલીન્ડરના ભાવમાં વધારો કર્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more શું ફોન સ્વીચ ઓફ […]

3 મહિનામાં 3 વખત વધ્યા ગેસ સિલીન્ડરના ભાવ, જાણો હવે સબસિડીવાળા અને સબસીડી વગરના ગેસ સિલીન્ડર માટે કેટલા પૈસા ચૂક્વવા પડશે

Follow us on

1 જૂનથી લોકો માટે રસોઈ બનાવવી વધારે મોંઘી થઈ ગઈ છે. ઓઈલ કંપનીઓએ ચૂંટણી પૂર્ણ થયા પછી સબસિડીવાળા અને સબસિડી વગરના સિલીન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. આ સતત ત્રીજો મહિનો છે કે ગેસ સિલીન્ડરના ભાવમાં વધારો કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સૌથી મોટો વધારો સબસિડી વગરના સિલીન્ડરમાં કરવામાં આવ્યો છે. ઓઈલ કંપનીઓએ તેની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. હવે દિલ્હીમાં આ સિલીન્ડરની નવી કિંમત 737.50 રૂપિયા, મુંબઈમાં 709.50 રૂપિયા, કોલકત્તામાં 763.50 રૂપિયા અને ચેન્નાઈમાં 753 રૂપિયા થઈ ગઈ છે.

TV9 Gujarati

 

ત્યારે સબસિડીવાળા સિલીન્ડરની કિંમતમાં 1.23 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સબસિડીવાળા સિલીન્ડરના ભાવ દિલ્હીમાં 497.37 રૂપિયા, કોલકત્તામાં 500.52 રૂપિયા, મુંબઈમાં 495.09 રૂપિયા અને ચેન્નાઈમાં 485.25 રૂપિયામાં મળશે.

આ પણ વાંચો: અરવલ્લીમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, જુઓ VIDEO

ઉલ્લેખનીય છે કે મે મહિનામાં પણ સિલીન્ડરની કિંમતમાં 22.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તે પહેલા પણ એપ્રિલ મહિનામાં પણ 5 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે માર્ચ મહિનામાં 42.5 રુપિયાનો વધારો થયો હતો. ગ્રાહકને એક વર્ષમાં 12 સિલીન્ડર સબસિડીવાળી કિંમત પર મળે છે. તેનાથી વધારે સિલીન્ડરની જરૂરિયાત પર ગ્રાહકને સબસિડીવગરનો સિલીન્ડર લેવો પડે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article