AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મંદિરના પૂજારી પાસે અધિકારીઓએ માંગ્યું ભગવાનનું Aadhaar card, કારણ જાણીને ચોંકી જશો

રામજાનકી મંદિરના પૂજારી પાસે અધિકારીઓએ ભગવાનનું આધાર કાર્ડ (Aadhaar card) માંગ્યું. જો કે વિવાદ થતા અધિકારીઓએ કહ્યું કે આવું કાઈ થયું નથી.

મંદિરના પૂજારી પાસે અધિકારીઓએ માંગ્યું ભગવાનનું Aadhaar card, કારણ જાણીને ચોંકી જશો
AADHAAR CARD
| Updated on: Jun 10, 2021 | 7:30 PM
Share

Aadhaar Card of God : ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં રામજાનકી મંદિર( RamJanki Tample) ના પરિસરમાં 40 વીઘા જમીન પર ઉગાડવામાં આવેલા ઘઉંનું વેચાણ કરવું મંદિરના પૂજારી માટે માથાનો દુખાવો બની ગયો હતો. વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ કે રામજાનકી મંદિરના પૂજારી પાસે અધિકારીઓએ ભગવાનનું આધાર કાર્ડ (Aadhaar card) માંગ્યું. જો કે વિવાદ થતા અધિકારીઓએ કહ્યું કે આવું કાઈ થયું નથી.

શું હતો સમગ્ર મામલો ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં ખુરહંડ ગામમાં રામજાનકી મંદિર (RamJanki Tample) આવેલું છે. આ મંદિરમાં રામકુમારદાસ પૂજારી તરીકે સેવા આપે છે અને મંદિરનું ધ્યાન રાખે છે. આ મંદિરની 40 વીઘા જમીનમાં ઘઉં ઉગાડવામાં આવે છે અને તેના વેચાણથી આવતા નાણાથી મંદિરની જાળવણી કરવામાં આવે છે. આ વર્ષે 40 વીઘા જમીન પર ઉગેલા ઘઉંના ટેકાના ભાવે વેચાણ માટે પૂજારી રામકુમારદાસે પોતાના આધારકાર્ડ (Aadhaar card) પર ઓનલાઈન નોંધણી કરાવી હતી.

SDM એ રદ્દ કરી પૂજારીની નોંધણી પૂજારી રામકુમારદાસે પોતાના આધારકાર્ડ (Aadhaar card) પર મંદિરની 40 વીઘા જમીનમાં ઉગાડવામાં આવેલા ઘઉંની ટેકાના ભાવે વેચાણની કરેલી નોંધણી અતર્રાના SDM એ રદ્દ કરી નાખી હતી અને કહ્યું કે જેના નામે જમીન છે તેનું જ આધારકાર્ડ આપવાનું રહેશે.

અધિકારીઓએ માંગ્યું ભગવાનનું Aadhaar card જેના નામે જમીન તેનું આધારકાર્ડ આપો એવું કહેતા પૂજારી રામકુમારદાસે કહ્યું કે જમીન તો ભગવાનના નામે એટલે કે રામજાનકી (RamJanki Tample) મંદિરના નામે છે. તો અધિકારીઓએ કહ્યું ભગવાનનું આધારકાર્ડ (Aadhaar Card of God) આપો. અધિકારીઓની આ વિચિત્ર માંગણીથી વિવાદ ઉભો થયો હતો. જો કે વિવાદ બાદ અધિકારીઓએ કહ્યું કે અમે ભગવાનનું આધાર કાર્ડ માંગ્યું નથી.  અતર્રાના SDM સૌરભ શુક્લાએ કહ્યું –

“ભગવાનનું આધારકાર્ડ માંગવામાં આવ્યું નથી. ખરીદનીતિ અનુસાર ખેડૂતોના પાકની ટેકાના ભાવે ખરીદી થઇ શકે છે. મંદિર કે ટ્રસ્ટના નામે ટેકાના ભાવે ખરીદીની કોઈ જોગવાઈ નથી.”

અતર્રા APMC ના અધિકારી સમીર શુક્લાએ કહ્યું –

“ખરીદનીતિ અનુસાર ટેકાના ભાવે મંદિર કે ટ્રસ્ટના પાકની ખરીદી નથી થઇ શકતી, પરંતુ તેના ભાગીદારો પોતાના ભાગના પાકની ઓનલાઈન નોંધણી કરાવી વેંચી શકે છે. આ મંદિરના પાકની ટેકાના ભાવે ખરીદી નથી કરવામાં આવી તેવી કોઈ બાબત સામે આવી નથી.”

આ પણ વાંચો : Udyam Registration : કોરોનાકાળમાં રાજ્યમાં 1,89,303 MSME નું રજીસ્ટ્રેશન થયું, સરકાર આપે છે આ લાભો

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">