અધિકારીએ મેરેજ સર્ટી આપવા બદલ માંગ્યા 10 હજાર, NRI મહિલાને 9 લાખનો ખર્ચ કરી 3 વાર આવવું પડ્યુ ભારત

|

Dec 22, 2021 | 6:33 PM

એક NRI મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેણે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે નવ લાખ રૂપિયા વ્યર્થ ખર્ચ્યા અને આ કવાયતમાં તેને ત્રણ વખત ભારત આવવું પડ્યું.

અધિકારીએ મેરેજ સર્ટી આપવા બદલ માંગ્યા 10 હજાર, NRI મહિલાને 9 લાખનો ખર્ચ કરી 3 વાર આવવું પડ્યુ ભારત
NRI woman had to come to India 3 times at a cost of Rs 9 lakh for her marriage certificate

Follow us on

મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) એક NRI મહિલાને મેરેજ સર્ટિફિકેટના નામે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક NRI મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેણે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે નવ લાખ રૂપિયા વ્યર્થ ખર્ચ્યા અને આ કવાયતમાં તેને ત્રણ વખત ભારત આવવું પડ્યું. તેણે દાવો કર્યો હતો કે કેનેડાથી વારંવાર ભારત આવવા તેણે 9 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. સરકારી અધિકારીઓ કેનેડાની એમ્બેસી તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ન મળવાની વાત કરી રહ્યા છે. જેના કારણે તેને બિનજરૂરી મુશ્કેલી પડી.

જ્યારે આખરે મામલો સામે આવ્યો, ત્યારે ગ્વાલિયર જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશેન્દ્ર વિક્રમ સિંહે દરમિયાનગીરી કરી અને સમગ્ર મામલાની માહિતી લઈને કાર્યવાહી કરવાનું કહ્યું. આ કેસ ગ્વાલિયર નજીક ભીંડ જિલ્લાના ગોહાદના રહેવાસી નવજોત સિંહ રંધાવા (26) અને તેની કેનેડિયન પત્ની અનુપ્રીત કૌર (40) સાથે સંબંધિત છે. નવજોત રશિયાની એક હોટલમાં શેફ હતો અને અહીં જ તેની મુલાકાત અનુપ્રીત સાથે થઈ હતી. અનુપ્રીત કેનેડિયન મૂળની છે અને ત્યાં એન્જિનિયર છે.

બંનેના લગ્ન 7 નવેમ્બર 2020ના રોજ ગ્વાલિયરના ગુરુદ્વારા દાતાબંદી છોડ ખાતે થયા હતા. લગ્નનું પ્રમાણપત્ર પણ ગુરુદ્વારામાંથી મળ્યું હતું. તે જ મહિનામાં બંનેએ ગ્વાલિયર કલેક્ટર કચેરીમાં ADM ઓફિસમાં લગ્નના પ્રમાણપત્ર માટે અરજી કરી હતી. આ દરમિયાન બંનેને એક પુત્રીનો જન્મ પણ થયો હતો પરંતુ આજ સુધી બંનેને લગ્નનું પ્રમાણપત્ર મળ્યું નથી.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

અનુપ્રીતે જણાવ્યું કે, મેરેજ બ્યુરોના અધિકારીએ 10 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. તે ન આપવા બદલ મારે ત્રણ વખત કેનેડાથી ગ્વાલિયર આવવું પડ્યું અને અત્યાર સુધીમાં નવ લાખ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. ડીએમએ કહ્યું, લગ્નનું પ્રમાણપત્ર એડીએમ ઓફિસમાંથી જાહેર કરવામાં આવે છે અને તેમાં કેટલીક ટેકનિકલ સમસ્યા હોઈ શકે છે. હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને કપલને શક્ય તમામ મદદ કરવામાં આવશે.

આ પણ વાંચો –

PAPER LEAK : પોલીસે વધુ ચાર આરોપીની અટકાયત, મુખ્ય આરોપીની ધરપકડ બાદ અન્યોના નામ ખુલ્યા, કુલ 18 આરોપીની અત્યારસુધી ધરપકડ

આ પણ વાંચો –

Ahmedabad: માહિતી વિભાગની પરીક્ષા કમલમ પ્રેરિત, ભરતી પ્રક્રિયા GPSCને બદલે ખાનગી એજન્સીને સોપી હોવાનો મોઢવાડિયાનો આક્ષેપ

આ પણ વાંચો –

Ahmedabad : એક પરિવાર બાળકોને કોરોના રસી અપાવવા છેક સાત સમંદર પાર ગયો, જાણો વેક્સિનેશનનો કેટલો થયો ખર્ચો ?

Next Article