પોલીસે સોશિયલ મીડિયા પર પાકિસ્તાન સમર્થક માનસિકતા ધરાવતા આવા અનેક લોકો સામે કડક કાર્યવાહી શરુ કરી છે. ઉત્તર પ્રદેશમાં સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી કરનારા અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ પોલીસે શનિવારે અનેક લોકોની ધરપકડ કરી છે. પાટનગર લખનઉમાં બીએ ફર્સ્ટ ઈયરના વિદ્યાર્થી, મઊ, સિદ્ધાર્થનગર અને બલિયામાં પણ ધરપકડો શરુ થઈ છે. બસ્તીમાં એક સ્કૂલ ટીચરની બાળકો પર દેશ વિરોધી નારા લગાવવાનું દબાણ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. પુલવામા હુમલા બાદ સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણીઓ ઉત્તર પ્રદેશ જ નહીં, આસામ, મુંબઈ, દિલ્હી અને શ્રીનગરમાંથી પણ કરાઈ છે.
લખનઉના હુસૈનગંજ પોલીસ ઇંસ્પેક્ટરે જણાવ્યું કે જયનારાયણ સ્નાતકોત્તર મહાવિદ્યાલયના વિદ્યાર્થી રઝબ ખાનની ધરપકડ કરવામાં આવી છે, તો કૉલેજે તેને સસ્પેન્ડ કરી દીધો છે. મઊમાં મોહમ્મદ ઓસામા નામના યુવાનની પણ ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ ઓસામાએ સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે યોજાયેલી શભામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતાં.
બલિયામાં પોતાની જાતને સમાજવાદી પાર્ટીનો કથિત ટેકેદાર ગણાવનાર રવિ પ્રકાશ મૌર્યની ધરપકડ કરવામાં આવી છે. તેણે ફેસબુક પર આત્મઘાતી હુમલાના દોષિત આતંકીને ટેકો જાહેર કરી તેના પર ગર્વ વ્યક્ત કર્યો હતો અને તેને અશ્રુપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી.
શાહજહાંપુર જિલ્લામાં મોહમ્મદ ફરહાન ખાન નામના યુવાને ફેસબુક પર દેશવિરોધી પોસ્ટ કરી હતી. પોલીસે કેસ નોંધી લીધો છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે.
[yop_poll id=1506]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 4:48 am, Sun, 17 February 19