પુલવામા હુમલા પછી અજીત ડોભાલે પહેલી વખત પાકિસ્તાનને આપી કડક ચેતવણી, ભારત તેને ભૂલ્યું નથી અને ભૂલશે નહીં

|

Mar 22, 2019 | 6:47 AM

મંગળવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 80મા સ્થાપના દિવસના અવસર પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપતાં પાકિસ્તાનને પણ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ભારત દેશ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને ભૂલ્યું નથી અને ક્યારેય તેને ભૂલશે પણ નહીં. #Haryana: National Security Advisor Ajit Doval attends the 80th CRPF Anniversary […]

પુલવામા હુમલા પછી અજીત ડોભાલે પહેલી વખત પાકિસ્તાનને આપી કડક ચેતવણી, ભારત તેને ભૂલ્યું નથી અને ભૂલશે નહીં

Follow us on

મંગળવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 80મા સ્થાપના દિવસના અવસર પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપતાં પાકિસ્તાનને પણ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ભારત દેશ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને ભૂલ્યું નથી અને ક્યારેય તેને ભૂલશે પણ નહીં.

ગુરૂગ્રામ ખાતે આયોજીત કાર્યક્રમમાં ડોભાલે CRPFના યોગદાનને ખૂબ જ અગત્યનું ગણાવતા કહ્યું કે આંતરિક સુરક્ષાનું ખૂબ મહત્વ છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ 37 એવા દેશ હતા, જે તૂટી ગયા અથવા તો પછી પોતાની સંપ્રુભતાને ગુમાવી બેઠા. તેમાંથી 28નું કારણ આંતરિક સંઘર્ષ હતો. દેશ જો નબળાં હોય તો તેનું કારણ ક્યાંક ને ક્યાંક આંતરિક સુરક્ષાની કમી જ જવાબદાર હોય છે. પરંતુ ભારતમાં તે ઘણું મજબૂત છે.

અજીત ડોભાલે દેશની બાબતોમાં CRPF ના યોગદાનના વખાણ કર્યા છે. એટલું જ નહીં ભારત અને પાકિસ્તાનના ભાગલાં દરમિયાન પણ તેનું મહત્વનું કામ કર્યું છે. CRPFનું યોગદાન અંગે દેશના તમામ લોકોએ જાણવું જરૂરી છે.

આ પણ વાંચો : ચીનને મોડે મોડે થયું આત્મજ્ઞાન, મુંબઈ 26/11 આતંકવાદી હુમલો ‘સૌથી કુખ્યાત હુમલો’ હતો

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે કહ્યું કે કેટલા ગર્વની વાત છે આ ફોર્સે 80 વર્ષ પૂરા કરી લીધા છે. તેમણે કહ્યું કે દેશની એક માત્ર ફોર્સ એવી છે જે દેશના 32 લાખ વર્ગ કિલોમીટરની રક્ષા કરે છે. દેશનો કોઇ પણ હિસ્સો એવો નથી. જ્યાં આ ફઓર્સ હાજર ના હોય. અમને બધાને સીઆરપીએફ પર ગર્વ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:47 am, Tue, 19 March 19

Next Article