NRA CET: વિવિધ ભરતીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ વર્ષે જ લેવામાં આવી શકે છે

|

Feb 11, 2021 | 7:20 PM

NRA CET: ઓગસ્ટ 2020માં કેન્દ્ર સરકારે સરકારી નોકરીઓ માટે ભરતી અને સંબંધિત પરીક્ષાઓ માટે National Recruitment Agency-NRAની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો હતો.

NRA CET: વિવિધ ભરતીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ વર્ષે જ લેવામાં આવી શકે છે
ફાઇલ ફોટો

Follow us on

NRA CET: ઓગસ્ટ 2020માં કેન્દ્ર સરકારે સરકારી નોકરીઓ માટે ભરતી અને સંબંધિત પરીક્ષાઓ માટે National Recruitment Agency-NRAની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો હતો. દેશમાં નેશનલ રિક્રુટમેન્ટ એજેન્સી દ્વારા આ વર્ષે જ વિવિધ ભરતીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવી શકે છે. આ દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે. કેન્દ્રીય કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયના મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે લોકસભામાં આ અંગે વિસ્તારપૂર્વક જાણકારી આપી.

 

કયા કયા વિભાગોની પરીક્ષા લેવાશે?

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

કેન્દ્રીય કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયના મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે આ અંગે જાણકારી આપતા કહ્યું કે નેશનલ રિક્રુટમેન્ટ એજેન્સી દ્વારા સ્ટાફ સિલેક્શન કમિશન, રેલવે ભરતી બોર્ડ, IBPS માટે સ્નાતક, ઉચ્ચતર માધ્યમિક અને મેટ્રીક્યુલેટ સ્તરની એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા ઉમેદવારોનું પ્રથમ તબક્કાનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.

 

NRA દ્વારા 2021માં પ્રથમ CETની સંભાવના

દેશમાં નેશનલ રિક્રુટમેન્ટ એજેન્સી દ્વારા આ વર્ષે જ વિવિધ ભરતીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવી શકે છે. નેશનલ રિક્રુટમેન્ટ એજેન્સી દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટથી કરવામાં આવતા પ્રથમ તબક્કાના સ્ક્રિનિંગ બાદ તેના માર્કસ વિવિધ ભરતી બોર્ડ, રાજ્ય સરકારો અને સાર્વજનિક ક્ષેત્ર તથા ખાનગી ક્ષેત્ર વિવિધ ભરતીઓ માટે ઉપયોગમાં લઈ શકશે.

 

અલગ અલગ પરીક્ષાઓથી થતાં ગેરલાભ

કેન્દ્રીય કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયના મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે વિવિધ ભરતીઓની સ્વતંત્ર એટલે કે અલગ અલગ પરીક્ષાઓના ગેરલાભ અંગે કહ્યું કે દેશમાં દર વર્ષે લગભગ 1.25 લાખ ખાલી જગ્યાઓ માટે લગભગ 2.25 કરોડ ઉમેદવારો વિવિધ ભરતી પરીક્ષાઓ આપે છે. અલગ અલગ એજન્સીઓ આ પરીક્ષા લે છે તેમજ દરેક પરીક્ષા માટે ઉમેદવારોએ અલગ અલગ ફી ભરવી પડે છે અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા લાંબી યાત્રા પણ કરવી પડે છે.

 

આ પણ વાંચો: મોતથી ઝઝૂમતી બાળકીને લાગશે 16 કરોડનું ઈન્જેકશન, સરકાર અને જનતાએ શું કરી મદદ?

Next Article