
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેરળની મુલાકાતે છે. તેમણે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. જાહેર રેલીને સંબોધતા પીએમ મોદીએ ભાજપના કાર્યકરોને કહ્યું કે, ડાબેરીઓએ દાયકાઓથી તિરુવનંતપુરમ સાથે મોટો અન્યાય કર્યો છે. ડાબેરીઓ અને કોંગ્રેસે ભ્રષ્ટાચારને કારણે અહીંના લોકોને મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખ્યા છે. આવું કેરળમાં ફરી આવુ નહીં થાય. કારણ કે, લોકો ડાબેરીને ઘર ભેગા કરી દેશે.
ભાજપના કાર્યકરોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “આજનો દિવસ આપણા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. લાખો કાર્યકરોની મહેનત રંગ લાવી રહી છે. આજે, હું મારું સંબોધન શરૂ કરતા પહેલા કેરળ અને તિરુવનંતપુરમના લોકો, અમારા લાખો સમર્થકો અને સાથીદારોને મારા આદરપૂર્ણ નમન આપવા માંગુ છું.”
અહીં ડાબેરી જૂથો મને પસંદ ના પણ કરે. પણ હું તમને સત્ય કહું છું. 1987 પહેલા, ભાજપ ગુજરાતમાં એક નાનો પક્ષ હતો. 1987 માં, ભાજપે પહેલી વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર નિયંત્રણ મેળવ્યું. જેમ પાર્ટીએ તાજેતરમાં તિરુવનંતપુરમમાં જીત મેળવી હતી. ત્યારથી, ગુજરાતના લોકોએ અમને સેવા કરવાની તક આપી છે, અને અમે દાયકાઓથી આમ કરી રહ્યા છીએ.
તેમણે વધુમાં કહ્યું કે અમારી યાત્રા ગુજરાતના એક શહેરથી શરૂ થઈ હતી, અને તેવી જ રીતે, કેરળમાં પણ અમારી યાત્રા એક શહેરથી શરૂ થઈ રહી છે. મારું માનવું છે કે આ દર્શાવે છે કે કેરળના લોકો ભાજપ પર વિશ્વાસ કરવા લાગ્યા છે અને ગુજરાતની જેમ અમારી સાથે જોડાઈ રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે દાયકાઓથી, LDF અને UDF બંનેએ તિરુવનંતપુરમની અવગણના કરી છે, શહેરને મૂળભૂત સુવિધાઓ અને માળખાગત સુવિધાઓથી વંચિત રાખ્યું છે. ડાબેરીઓ અને કોંગ્રેસ સતત અમારા લોકોની જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ રહ્યા છે. જો કે, અમારી ભાજપ ટીમ પહેલાથી જ વિકસિત તિરુવનંતપુરમ તરફ કામ કરવાનું શરૂ કરી દીધું છે.
તેમણે વધુમાં કહ્યું, “તિરુવનંતપુરમ શહેરના લોકોને, હું કહું છું કે, વિશ્વાસ રાખો. જે પરિવર્તન ઘણા સમય પહેલા થવું જોઈતું હતું તે આખરે આવી રહ્યું છે. તિરુવનંતપુરમ સમગ્ર દેશ માટે એક મોડેલ શહેર બનશે. હું તિરુવનંતપુરમને ભારતના શ્રેષ્ઠ શહેરોમાંનું એક બનાવવા માટે મારો સંપૂર્ણ ટેકો આપું છું.”
ભાજપના કાર્યકરોને સંબોધતા, પીએમ મોદીએ કહ્યું કે, ત્રિપુરામાં 30 વર્ષ સુધી ડાબેરીઓનું શાસન હતું. બાદમાં, કંટાળીને, લોકોએ ભાજપને તક આપી. ભાજપ ફરીથી ત્યાં સત્તામાં આવ્યું છે. હવે, ત્યાં ડાબેરીઓનો કોઈ પત્તો નથી. આ કારણે તેમની મિલીભગતનો અંત આવ્યો છે. બંગાળને જુઓ, ડાબેરીઓએ 35 વર્ષ સુધી શાસન કર્યું. સરકાર બદલાઈ ગઈ, અને પરિણામે, આજે તેઓ ચૂંટણી લડવા માટે ઉમેદવારો શોધી શકતા નથી. તેમણે કહ્યું, “આ જોડાણ તોડવાનો સમય આવી ગયો છે.”