નવેમ્બરમાં ભલે મોંઘવારીએ સામાન્ય લોકોના ખિસ્સા પર વધારે દબાણ બનાવ્યું હોય પરંતુ આવનારું વર્ષ થોડી રાહત લાવી શકે છે. SBI રિસર્ચના તાજેતરના અહેવાલ મુજબ, ભારતની રિટેલ ઈન્ફલેશન (CPI) વર્ષ 2026 સુધીમાં આશરે 35 બેસિસ પોઈન્ટ ઘટી શકે છે. આ ઘટાડામાં ‘GST સુધારા’ (GST Reforms) મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, આ અંદાજમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ વધારાના ડિસ્કાઉન્ટનો સમાવેશ થતો નથી. જો GST દરમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે, તો ફુગાવા પર તેની અસર વધુ થઈ શકે છે. એકંદરે, નાણાકીય વર્ષ 2025-26માં CPIમાં આશરે 35 bpsનો ઘટાડો શક્ય છે.
SBI રિસર્ચ અનુસાર, નવેમ્બર 2025 માં ભારતનો CPI ફુગાવો 0.25% થી વધીને 0.71% થયો. કેરળમાં ફુગાવાનો દર સૌથી વધુ 8.27% જોવા મળ્યો, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં 9.34% અને શહેરી વિસ્તારોમાં 6.33% નો વધારો થયો.
આનું મુખ્ય કારણ રાજ્યમાં સોના, ચાંદી અને તેલનો વધુ વપરાશ તેમજ તેમની કિંમતોમાં તીવ્ર વધારો હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર, માર્ચ 2026 સુધીમાં ફુગાવો 2.7% સુધી પહોંચી શકે છે. આ સિવાય ‘નબળો રૂપિયો’ ભાવને દબાણમાં રાખી શકે છે.
SBI રિસર્ચ માને છે કે, RBI ફેબ્રુઆરીની નાણાકીય નીતિ બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરશે નહીં.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ગ્લોબલ રિસર્ચે અગાઉ પણ અંદાજ લગાવ્યો હતો કે, GDP વૃદ્ધિ 0.1% થી 0.16% સુધીની હોઈ શકે છે. ટૂંકમાં, વાર્ષિક ફુગાવો 40-60 bps ઘટી શકે છે.
અહેવાલમાં જણાવાયું છે કે, GST ઘટાડાની સરકારી આવક પર અસર મર્યાદિત રહેશે, જેનાથી ખર્ચ અને આવક અંગેની ચિંતાઓ દૂર થશે. જોકે, સંયુક્ત રાજકોષીય ખાધ GDPના 0.15%–0.20% રહી શકે છે.
GST ઘટાડાથી વધુ રાહત મળવાની અપેક્ષા છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ગ્લોબલ રિસર્ચ અનુસાર, અગાઉના અંદાજમાં કહેવામાં આવ્યું હતું કે, GST દરમાં ઘટાડો દેશના GDP માં આશરે 0.1 થી 0.16 ટકાનો વધારો કરી શકે છે, જ્યારે વાર્ષિક ફુગાવાનો દર 40 થી 60 bps ઘટવાની ધારણા છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, GST ઘટાડાની સરકારી આવક પર અસર મર્યાદિત રહેશે, જેનાથી સરકારી ખર્ચ અને આવક અંગેની ચિંતાઓ દૂર થશે. જો કે, આ હોવા છતાં સંયુક્ત રાજકોષીય ખાધ GDP ના લગભગ 0.15 થી 0.20 ટકાની રેન્જમાં રહી શકે છે.
રિપોર્ટમાં GST રિફોર્મ્સને સમયસરનું પગલું કહેવામાં આવ્યું છે. ઝડપી રજીસ્ટ્રેશન, સરળ રિફંડ અને Ease of Doing Business કરવાની સરળતામાં સુધારો થશે. જો GST કાઉન્સિલ આ સુધારાઓને અસરકારક રીતે લાગુ કરે, તો મધ્યમ ગાળામાં આર્થિક વૃદ્ધિ મજબૂત થઈ શકે છે.