સીતારામ યેચુરીને મળ્યા બાદ નીતિશ કુમારે કહ્યું- ડાબેરી, કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષો સાથે આવશે તો થઈ જશે કામ

|

Sep 06, 2022 | 1:10 PM

નીતિશ કુમાર (Nitish Kumar) ડી રાજાને મળવા જશે. આ પછી તેઓ સીએમ અરવિંદ કેજરીવાલ, હરિયાણાના મજબૂત નેતા ઓમ પ્રકાશ ચૌટાલા અને સપા નેતા મુલાયમ સિંહ અને તેમના પુત્ર અખિલેશ યાદવને પણ મળી શકે છે.

સીતારામ યેચુરીને મળ્યા બાદ નીતિશ કુમારે કહ્યું- ડાબેરી, કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષો સાથે આવશે તો થઈ જશે કામ
Nitish Kumar - Sitaram Yechury

Follow us on

બિહારના સીએમ નીતિશ કુમાર (Nitish Kumar) દિલ્હીની ત્રણ દિવસની મુલાકાતે છે. નીતીશ કુમાર 2024ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પહેલા વિપક્ષને એકત્ર કરવા માટે દિલ્હીની મુલાકાતે ગયા છે. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ અને બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરી પણ તેમની સાથે દિલ્હી ગયા છે. સોમવારે દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) મળ્યા બાદ નીતિશ કુમાર મંગળવારે ઘણા વિપક્ષી નેતાઓને પણ મળશે. તેઓ સીતારામ યેચુરીને મળ્યા અને કહ્યું કે વિપક્ષી એકતાથી ફરક પડશે.

તેમણે કહ્યું કે, જો દેશના તમામ ડાબેરીઓ, કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષો સાથે આવે તો ઘણો ફરક પડશે. પીએમ પદના ઉમેદવારના સવાલ પર તેમણે કહ્યું કે, હું પીએમ પદનો ઉમેદવાર નથી, કોઈ દાવો નથી. અત્યારે માત્ર વિપક્ષને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સીતારામ યેચુરીએ કહ્યું કે, નીતીશ કુમારે કહ્યું છે કે તમામ ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક પક્ષોએ સાથે આવવાની જરૂર છે.

આજે આપણા ગણતંત્ર પર જે પ્રકારના હુમલા થઈ રહ્યા છે તેને રોકવા માટે બધાએ સાથે આવવું જરૂરી છે. સૌપ્રથમ સૌએ એક થવું જરૂરી છે, પીએમ પદના ઉમેદવાર કોણ બનશે તે સમય આવવા પર જણાવીશું. નીતિશ આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મળશે. આ સાથે ડી રાજાને મળવા પણ જશે. નીતીશ કુમાર સાંજે 4 વાગે ઓમ પ્રકાશ ચૌટાલાને પણ મળશે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

પોતાની મુલાકાત દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને પણ મળશે. કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર વિપક્ષોને મળીને ભાજપ વિરુદ્ધ તેમને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નીતિશ કુમારે પણ પોતાને વડાપ્રધાન પદની રેસમાંથી બહાર જાહેર કરી દીધા છે. તેમણે કહ્યું કે તેમનો પ્રયાસ વિપક્ષને એક કરવાનો છે.

આ નેતાઓને સાથે મુલાકાત કરશે નીતીશ કુમાર

સીએમ નીતિશ કુમાર ડી રાજાને મળવા જશે. આ પછી તેઓ સીએમ અરવિંદ કેજરીવાલ, હરિયાણાના મજબૂત નેતા ઓમ પ્રકાશ ચૌટાલા અને સપા નેતા મુલાયમ સિંહ અને તેમના પુત્ર અખિલેશ યાદવને પણ મળી શકે છે. મુખ્યમંત્રી નીતીશ કુમારની દિલ્હી મુલાકાત અને વિપક્ષી નેતાઓ સાથે મુલાકાતની રાજકીય ગલિયારામાં ભારે ચર્ચા છે. જેડીયુ અને આરજેડી તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવી રહ્યા છે.

કેજરીવાલ કોંગ્રેસ સાથે આવશે?

સીએમ નીતિશ કુમારે સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મંગળવારે તેઓ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મળશે. શું વિપક્ષને એક મંચ લાવવાનો પ્રયાસ કરી રહેલા નીતિશ કુમાર કેજરીવાલને સાથે લાવી શકશે? ખાસ કરીને તે સ્થિતિમાં જ્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસનો વિરોધ કરી રહી છે. આમ આદમી પાર્ટી દેશમાં કોંગ્રેસના વિકલ્પ તરીકે પોતાને સ્થાપિત કરી રહી છે. કોંગ્રેસની જેમ બે રાજ્યોમાં તેમની સરકાર છે. જેમાં દિલ્હી અને પંજાબ જેવા મોટા રાજ્યો છે.

Published On - 1:10 pm, Tue, 6 September 22

Next Article