નિર્ભયા કેસ: તિહાડના ઈતિહાસમાં પ્રથમ વખત 4 દોષીતોને એક સાથે ફાંસી આપવામાં આવી

|

Oct 02, 2020 | 1:50 PM

નિર્ભયા રેપ કેસના દોષીતોને ફાંસીથી બચાવવા માટે વકીલ એ.પી.સિંહ તરફથી ઘણા રસ્તાઓ અપનાવવામાં આવ્યા. ચારેય દોષીતોને ફાંસીથી બચાવવા માટે એ.પી.સિંહ હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી ગયા પણ તેમાંથી એક પણ રસ્તો કામ ના આવ્યો. તિહાડ જેલના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું કે જ્યારે ચારે દોષિતોને એક સાથે ફાંસી પર લટકાવવામાં આવ્યા. આ પહેલા 1982માં રંગા-બિલ્લાને […]

નિર્ભયા કેસ: તિહાડના ઈતિહાસમાં પ્રથમ વખત 4 દોષીતોને એક સાથે ફાંસી આપવામાં આવી

Follow us on

નિર્ભયા રેપ કેસના દોષીતોને ફાંસીથી બચાવવા માટે વકીલ એ.પી.સિંહ તરફથી ઘણા રસ્તાઓ અપનાવવામાં આવ્યા. ચારેય દોષીતોને ફાંસીથી બચાવવા માટે એ.પી.સિંહ હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી ગયા પણ તેમાંથી એક પણ રસ્તો કામ ના આવ્યો. તિહાડ જેલના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું કે જ્યારે ચારે દોષિતોને એક સાથે ફાંસી પર લટકાવવામાં આવ્યા. આ પહેલા 1982માં રંગા-બિલ્લાને એક સાથે ફાંસી આપવામાં આવી હતી.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નિર્ભયા કેસના ચારેય દોષીતો વિનય, મુકેશ, પવન અને અક્ષયને ફાંસી આપવા માટે તિહાડના ફાંસી ઘરના કુવાને પહોળો કરવામાં આવ્યો હતો. જે જેલમાં તે રહ્યા હતા, તેનાથી લગભગ 200 પગલાં દુર ફાંસી ઘર છે. જ્યાં કડક સુરક્ષામાં તેમને લઈ જવામાં આવ્યા હતા અને ફાંસી પર લટકાવવામાં આવ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

નિર્ભયાના ચારેય દોષીતોની ફાંસી પહેલા તિહાડ જેલમાં વર્ષ 1982માં રંગા-બિલ્લાને ફાંસી, 1983માં મોહમ્મદ મકબૂલ ભટ્ટને ફાંસી, 1985માં કરતાર સિંહ-ઉજાગર સિંહને ફાંસી, 1989માં સતવંત સિંહ-કેહર સિંહને ફાંસી અને 2013માં અફઝલ ગુરૂને ફાંસી આપવામાં આવી ચૂકી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ફાંસી આપવાના સમયે જેલ સુપરિડેન્ટેટ, આસિસ્ટન્ટ જેલ સુપરિડેન્ટેટ, વાર્ડર અને તમિલનાડુ પોલીસના જવાન હાજર રહ્યા. તે સિવાય મેડિકલ ઓફિસર, એડીએમ પણ હાજર રહ્યા. આ તમામ લોકોની હાજરીમાં ચારે દોષીતોને ફાંસી પર લટકાવવામાં આવ્યા. ત્યારબાદ તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી.

આ પણ વાંચો: 7 વર્ષ બાદ આજે મારી દિકરીને ન્યાય મળ્યો: નિર્ભયાની માતા

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:08 am, Fri, 20 March 20

Next Article