Night curfew in Delhi : કોરોનાના કેસો વધતા દિલ્હીમાં 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યું

|

Apr 06, 2021 | 4:06 PM

Night curfew in Delhi : દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે આજે 6 એપ્રિલ રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લગાવી દીધો છે. આ કર્ફ્યુ 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે.

Night curfew in Delhi : કોરોનાના કેસો વધતા દિલ્હીમાં 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યું
FILE PHOTO

Follow us on

Night curfew in Delhi : રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દિલ્હી દેશના પાંચ રાજ્યોમાં એક છે જ્યાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હીની કેજરીવાલ સરકારે કોરોનાને અટકાવવા નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે.

દિલ્હીમાં 6 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ
દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને નાઇટ કર્ફ્યુ (  Night curfew in Delhi ) લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. દિલ્હી સરકારે નાઇટ કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે. દિલ્હી સરકારના જણાવ્યા મુજબ, દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે આજે 6 એપ્રિલથી રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લગાવી દીધો છે. આ કર્ફ્યુ 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે.

દિલ્હીમાં એક અઠવાડિયાથી 3500થી વધુ કેસ
દિલ્હીમાં એક અઠવાડિયાથી કોરોનાના 3500 થી વધુ નવા કેસો આવી રહ્યા છે. દિલ્હીમાં સોમવારે 6 એપ્રિલે કોરોના વાયરસના ચેપના 3548 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, જ્યારે કોરોના વાયરસને મ્હાત આપીને 2936 લોકો સાજા થયા હતા. 6 એપ્રિલે છેલ્લા 24 કલાકમાં 15 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. દિલ્હીમાં કોરોના વાયરસના કુલ 6,79,962 કેસ નોંધાયા છે, જેમાંથી 6,54,277 લોકો સાજા થયા છે. દિલ્હીમાં કોરોના વાયરસને કારણે કુલ 11,096 લોકોના મોત થયાં છે. હાલમાં દિલ્હીમાં કુલ 14,589 એક્ટિવ કોરોના કેસ છે. દિલ્હીના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દેશમાં કોવિડ-19 ના 96,982 નવા કેસ
દેશમાં 6 એપ્રિલે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 96,982 કેસ નોંધાયા છે. એક દિવસમાં ભારતમાં કોવિડ-19 ના નવા 96,982 કેસ નોંધાયા પછી દેશમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 1,26,86,049 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે આઠ વાગ્યે જાહેર કરેલા અપડેટ આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં વધુ 446 દર્દીઓનાં મોત પછી દેશમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુની સંખ્યા વધીને 1,65,547 થઈ ગઈ છે. સોમવારે ભારતમાં સૌથી વધુ 1,03,558 નવા કેસ નોંધાયા હતા.

કેસો વધવાની સાથે રીકવરી દર ઘટ્યો
આંકડાઓ મુજબ દેશમાં સતત 27 દિવસ સુધી નવા કેસોમાં વધારા સાથે એક્ટીવ કેસોની સંખ્યા પણ વધીને 7,88,223 થઈ ગઈ છે, જે કુલ કેસના કેસના 6.21 ટકા છે. દેશમાં 12 ફેબ્રુઆરીએ સૌથી ઓછા 1,35,926 એક્ટીવ કેસો હતા, જે તે સમયે કુલ કેસોના 1.25 ટકા હતા.આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 1,17,32,279 લોકો કોરોના સંક્રમણથી મુક્ત છે. જો કે, દર્દીઓની રિકવરીનો રાષ્ટ્રીય દર ઘટી ગયો છે અને હવે તે 92.48 ટકા છે. આ સાથે કોવિડ-19 નો મૃત્યુ દર 1.30 ટકા છે.

Published On - 4:05 pm, Tue, 6 April 21

Next Article