New Parliament Coin Release: નવા સંસદ ભવનનું થઈ ગયુ ઉદ્ઘાટન, વડાપ્રધાન મોદીએ રૂપિયા 75નો સિક્કો બહાર પાડ્યો

|

May 28, 2023 | 4:30 PM

PM મોદીએ આજે ​​લોન્ચ કરેલા ₹75ના ખાસ સિક્કાની એક તરફ અશોકનું પ્રતીક કોતરેલું છે. તેની બીજી બાજુ દેવનાગરીમાં 'ભારત' અને એક બાજુ રોમનમાં 'India' લખેલું છે.

New Parliament Coin Release: નવા સંસદ ભવનનું થઈ ગયુ ઉદ્ઘાટન, વડાપ્રધાન મોદીએ રૂપિયા 75નો સિક્કો બહાર પાડ્યો
PM modi releases rs 75 coin in new parliament

Follow us on

Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે ​​નવી સંસદ રાષ્ટ્રને સમર્પિત કરી છે. આ ઐતિહાસિક અવસર પર પીએમ મોદીએ ₹75નો ખાસ સિક્કો બહાર પાડ્યો. એક ટપાલ ટિકિટ પણ લોન્ચ કરી. આ ખાસ સિક્કા અને ટપાલ ટિકિટનું વિમોચન નવા સંસદ ભવનની લોકસભા ચેમ્બરમાં કરવામાં આવ્યું હતું, જ્યાં આ ઉદ્ઘાટન સમારોહના બીજા તબક્કાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

નાણા મંત્રાલય હેઠળ કામ કરતા આર્થિક બાબતોના મંત્રાલયે ₹75નો વિશેષ સિક્કો લોન્ચ કરવા અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. તે મુજબ સિક્કાનું વજન 34.65થી 35.35 ગ્રામની વચ્ચે છે.

આ પણ વાંચો: New Parliamentના ઉદ્ઘાટન સમયે નરેન્દ્ર મોદી ફરી એકવાર ધોતી-કુર્તામાં જોવા મળ્યા, સેંગોલને કર્યું દંડવત્ત-પ્રણામ, જુઓ VIDEO

આ માટે ખાસ છે રૂપિયા 75નો સિક્કો

PM મોદીએ આજે ​​લોન્ચ કરેલા ₹75ના ખાસ સિક્કાની એક તરફ અશોકનું પ્રતીક કોતરેલું છે. તેની બીજી બાજુ દેવનાગરીમાં ‘ભારત’ અને એક બાજુ રોમનમાં ‘India’ લખેલું છે.

તેના પર અશોકની પ્રતિમાની નીચે ‘₹75’ કોતરવામાં આવેલ છે. જ્યારે સિક્કાની બીજી બાજુ સંસદ ભવન સંકુલ કોતરવામાં આવ્યું છે. સાથે જ તસવીરની નીચે ‘2023’ લખવામાં આવ્યું છે. આ સિક્કાની વિશેષતા એ છે કે તેમાં તેના વજનના 50 ટકા જેટલી ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે તેને 40 ટકા કોપરથી મોલ્ડ કરવામાં આવ્યું છે. આ સિવાય તેમાં માત્ર 5 ટકા જસત અને 5 ટકા નિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પોસ્ટેજ સ્ટેમ્પ પર ‘સંસદ સંકુલ’ જોવા મળશે

આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. આ સ્ટેમ્પ પર ‘સંસદ સંકુલ’ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ‘સંસદ સંકુલ’માં નવા સંસદ ભવનની બાજુમાં જૂનું સંસદ ભવન પણ દેખાય છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article