New IT Rules ન માનનારા Twitter પર કાર્યવાહી શરૂ, સરકારે ટ્વીટરનો ઇન્ટરમીડિયરી દરજ્જો સમાપ્ત કર્યો

|

Jun 16, 2021 | 12:18 AM

New IT Rules : ભારત સરકારે 5 જૂને છેલ્લી ચેતવણી આપી હતી, પરંતુ તે પછી પણ ટ્વિટરે નિયમોનું પાલન નથી કર્યુ. એટલે હવે ભારત સરકારના આ પગલાથી એક વાત સ્પષ્ટ છે કે ટ્વિટર વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

New IT Rules ન માનનારા Twitter પર કાર્યવાહી શરૂ, સરકારે ટ્વીટરનો ઇન્ટરમીડિયરી દરજ્જો સમાપ્ત કર્યો
સાંકેતિક તસ્વીર

Follow us on

New IT Rules : નવા IT નિયમોને લાગુ કરવા અંગે સરકાર તરફથી વારંવાર ચેતવણી આપ્યા હોવા છતાં, ઇન્ટરનેટ મીડિયાના નવા નિયમોનું પાલન ન કરવા બદલ Twitter વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. ભારત સરકારે ટ્વીટરનો ઇન્ટરમીડિયરી દરજ્જો સમાપ્ત કરી દીધો છે.ભારત સરકારે 5 જૂને છેલ્લી ચેતવણી આપી હતી, પરંતુ તે પછી પણ ટ્વિટરે નિયમોનું પાલન નથી કર્યુ. એટલે હવે ભારત સરકારના આ પગલાથી એક વાત સ્પષ્ટ છે કે ટ્વિટર વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

ટ્વીટરનો ઇન્ટરમીડિયરી દરજ્જો સમાપ્ત
ભારત સરકારે Twitter નો ઇન્ટરમીડિયરી દરજ્જો સમાપ્ત કરી દીધો છે. હવે ટ્વીટર સામાન્ય માધ્યમોની શ્રેણી હેઠળ આવશે અને વિદેશી રોકાણની મર્યાદા વગેરે પર પ્રતિબંધ પણ શરૂ થશે. આનાથી ભારતમાં હવે ટ્વિટરને સંચાલન કરવામાં મુશ્કેલીઓ ઉભી થશે. આ સાથે જ ટ્વીટર પર હવે જો આ કન્ટેન્ટ અંગે કોઈ ફરિયાદ મળશે તો ટ્વિટર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થઈ શકે છે.

હવે ટ્વીટ કરનાર સાથે ટ્વીટર પણ જવાબદાર
ભારત સરકારે Twitter નો ઇન્ટરમીડિયરી દરજ્જો સમાપ્ત કરી દેતા હવે ટ્વીટર પર આપત્તિજનક ટ્વીટ કરનાર સાથે ટ્વીટર પણ એટલું જ જવાબદાર ગણાશે અને તેના વિરૂદ્ધ કાર્યવાહી થશે. હવે જો ટ્વિટરના પ્લેટફોર્મ પર રજૂ થઇ રહેલી કોઈપણ સામગ્રી, વિડિઓ અથવા અન્ય કોઈ બાબતે કેસ દાખલ કરવામાં આવે તો ટ્વિટર પણ તેમાં એક પક્ષ બની જશે અને ભારતીય દંડ સંહિતા હેઠળ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ટ્વીટર એક જ આડું ચાલ્યું
ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ્સને આઈટીના નવા નિયમો (New IT Rules) નું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જે 25 મેના રોજ સમાપ્ત થયો હતો. વોટ્સએપ, ફેસબુક, ગુગલ અને કુ સહિતની ઘણી કંપનીઓએ નવા નિયમોનું પાલન કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ ટ્વિટર મક્કમ રહ્યું.

ટ્વિટર દ્વારા વારંવાર નવા નિયમોને ટાળવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે ટ્વિટર જે રીતે સમગ્ર મામલો ખેંચી રહી છે તે કેન્દ્ર સરકાર હવે સહન કરવા તૈયાર નથી. તેથી તેનો ઇન્ટરમીડિયરી દરજ્જો 25 મે પછી જ સમાપ્ત થવાની ગણતરી કરવી જોઈએ.

આ પણ વાંચો : Israel Embassy Blast : NIA એ બે શકમંદોના ફોટો જાહેર કર્યા, માહિતી આપનારને લાખોનું ઇનામ

Published On - 11:56 pm, Tue, 15 June 21

Next Article