Israel Embassy Blast : NIA એ બે શકમંદોના ફોટો જાહેર કર્યા, માહિતી આપનારને લાખોનું ઇનામ

Israel Embassy Blast : 29 જાન્યુઆરીના રોજ સાંજે દિલ્હીના લ્યુટિયન્સ વિસ્તારમાં ઇઝરાયેલ દુતાવાસ બહાર IED બ્લાસ્ટ થયો હતો. ઈઝરાયેલે આ ઘટનાને આતંકી ઘટના ગણાવી હતી.

Israel Embassy Blast : NIA એ બે શકમંદોના ફોટો જાહેર કર્યા, માહિતી આપનારને લાખોનું ઇનામ
NIA એ બે શકમંદોના ફોટો જાહેર કર્યા
Follow Us:
| Updated on: Jun 15, 2021 | 10:29 PM

Israel Embassy Blast : 29 જાન્યુઆરીના રોજ સાંજે દિલ્હીના લ્યુટિયન્સ વિસ્તારમાં ઇઝરાયેલ દુતાવાસ બહાર IED બ્લાસ્ટ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. NIA એ આ બ્લાસ્ટમાં સંડોવાયેલા બે શકમંદોના ફોટો જાહેર કર્યા છે. આ સાથે જ માહિતી આપનારને લાખોનું ઇનામ પણ જાહેર કર્યું છે.

માહિતી આપનારને NIA આપશે 10 લાખનું ઇનામ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જાન્યુઆરીમાં ઇઝરાઇલી દૂતાવાસની બહાર થયેલા IED બ્લાસ્ટને લગતા કેટલાક વીડિયો અને ફોટા જાહેર કર્યા છે. આ ફોટો અને વિડીયોમાં 2 શકમંદો દૂતાવાસની બહાર વિસ્ફોટો કરતા જોવા મળે છે. આરોપ છે કે વીડિયો અને ફોટોમાં દેખાતા આ બંને લોકો એ ઇઝરાઇલી દૂતાવાસની બહાર બોમ્બ લગાવ્યો હતો. આ બંને વિશે માહિતી આપનાર વ્યક્તિને એનઆઈએ એ 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

NIA એ ટ્વીટ કરી માહિતી માંગી એનઆઈએ એ બે ટ્વીટ કરી આ બંને શકમંદોની માહિતી માંગી છે. એક ટ્વીટમાં એનઆઈએ એ લખ્યું છે- “એનઆઇએ ઈન્ડિયા નવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટના કેસ NIA Case RC-02/2021/NIA/DLI ના સંદર્ભમાં સીસીટીવી ફૂટેજમાં દેખાયેલા બંને શકમંદોને ઓળખવામાં મદદ માટે માહિતી શોધી રહી છે.”

બીજી ટ્વીટમાં એનઆઈએ એ કહ્યું, “આ વ્યક્તિઓની ઓળખ અને ધરપકડ તરફ દોરી જાય તેવી માહિતી પ્રદાન કરવા માટે 10 લાખ રૂપિયાનું રોકડ ઇનામ (દરેક માટે) આપવામાં આવશે. જો તમે કોઈને ઓળખતા હો તો do.nia@gov.in, info.nia@gov.in અથવા 011-24368800 અને 9654447345 પર જાણકારી આપો.”

આ સાથે એનઆઈએ આરોપીના વીડિયો અને ફોટા માટે ગૂગલ ડ્રાઇવની લિંક પણ શેર કરી છે.નોંધપાત્ર વાત એ છે કે, આઈઆઈડી બ્લાસ્ટ 29 જાન્યુઆરી 2021 ની સાંજે દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસની બહાર થયો હતો. જોકે, તેમાં કોઈ જાનહાની થઈ નથી.આ બ્લાસ્ટની તપાસ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, ક્રાઈમબ્રાંચ અને એનઆઈએ ની ટીમ કરી રહી છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">