નિર્ભયા કેસના ગુનેગારોનું આજે જાહેર થઈ શકે છે નવું ડેથ વોરંટ

|

Feb 17, 2020 | 4:54 AM

નિર્ભયા કેસના દોષિતોની ફાંસી માટે નવા ડેથ વૉરંટની માંગ કરતી અરજી પર પટિયાલા હાઉસ કોર્ટમાં આજે સુનાવણી થશે. રાજ્ય અને નિર્ભયાના માતા-પિતાની અરજી પર આાજે કોર્ટ ફરી સુનાવણી કરશે. કોર્ટમાં દોષિતોની વિરુદ્ધ નવેસરથી ડેથ વોરન્ટ ઈસ્યૂ કરવાની માંગ કરવામાં આવી છે. દોષી પવનને કોર્ટ તરફથી ફાળવવામાં આવેલા નવા વકીલ પહેલીવાર મામલામાં પવનનો પક્ષ રજૂ કરશે. […]

નિર્ભયા કેસના ગુનેગારોનું આજે જાહેર થઈ શકે છે નવું ડેથ વોરંટ

Follow us on

નિર્ભયા કેસના દોષિતોની ફાંસી માટે નવા ડેથ વૉરંટની માંગ કરતી અરજી પર પટિયાલા હાઉસ કોર્ટમાં આજે સુનાવણી થશે. રાજ્ય અને નિર્ભયાના માતા-પિતાની અરજી પર આાજે કોર્ટ ફરી સુનાવણી કરશે. કોર્ટમાં દોષિતોની વિરુદ્ધ નવેસરથી ડેથ વોરન્ટ ઈસ્યૂ કરવાની માંગ કરવામાં આવી છે. દોષી પવનને કોર્ટ તરફથી ફાળવવામાં આવેલા નવા વકીલ પહેલીવાર મામલામાં પવનનો પક્ષ રજૂ કરશે. તિહાડ જેલ પ્રશાસન અને નિર્ભયાના માતા-પિતા ચારેય દોષિતોને વહેલી તકે ફાંસી આપવા માટે નવા ડેથ વોરન્ટ ઈસ્યૂ કરવાની માંગ કરશે.

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

એડિશનલ સેશન ન્યાયાધીશ ધર્મેન્દ્ર રાણા નિર્ભયાના માતા-પિતાની અરજી પર સુનાવણી કરશે. અગાઉની સુનાવણીમાં કોર્ટે દોષી પવનના કેસને રજૂ કરવા માટે સરકારી વકીલ રવિ કાજીને નિયુક્ત કર્યા છે. આ પહેલા અગાઉના વકીલ એ.પી.સિંહ કોર્ટમાં પવન તરફથી રજૂઆત કરતાં હતાં. સોમવારે રવિ કાજી પહેલીવાર દોષી પવન તરફથી પોતાની દલીલો રજૂ કરશે અને એવું પણ જણાવ્યું કે શું પવનની તરફથી ક્યૂરેટિવ કે દયા અરજી કરવામાં આવી કે નહીં. બીજી તરફ નિર્ભયા પક્ષના વકીલ દોષિતોની ફાંસી માટે નવું ડેથ વોરન્ટ ઈસ્યૂ કરવાની માંગ કરશે. ત્રણ દોષિતોના તમામ વિકલ્પ પૂરા થઈ ચૂક્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નોંધનીય છે કે, હાલ નિર્ભયાના ત્રણ દોષિતો વિનય, મુકેશ અને અક્ષયના તમામ કાયદાકીય વિકલ્પ ખતમ થઈ ચૂક્યા છે. પરંતુ ચોથા આરોપી પવનની પાસે હજુ પણ ક્યૂરેટિવ અને દયા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે. જો કે 5 ફેબ્રુઆરીએ હાઈકોર્ટે દોષિતોને તમામ કાયદાકીય વિકલ્પોના ઉપયોગનું અલ્ટીમેટમ આપી દીધું હતું. પરંતુ આ અવધિની વચ્ચે દોષી પવન તરફથી કોઈ અરજી દાખલ નથી કરવામાં આવી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અગાઉની સુનાવણીમાં દોષી પવનના પિતાએ કોઈ પણ કાયદાકીય ઉપચારનો પ્રયોગ કરવાનો ઈન્કાર કર્યો હતો. જો પવન તરફથી ખરેખર ક્યૂરેટિવ કે દયા અરજી દાખલ નથી કરવામાં આવતી તો કોર્ટ નિયમો હેઠળ ચારેય દોષિતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરન્ટ ઈસ્યૂ કરી શકે છે. એવો નિયમ છે કે જો કોઈ દોષીની કોઈ અરજી પેન્ડિંગ નથી તો ડેથ વોરન્ટ ઈસ્યૂ કરવામાં આવી શકે છે. જો કે દોષી પવનની પાસે હજુ પણ ક્યૂરેટિવ અને દયા અરજીનો વિકલ્પ ઉપલબ્ધ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 20 ફેબ્રુઆરીથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

Next Article