યોગી સરકારનો કડક આદેશ : ઈંડા વેચતા પહેલા તેના પર એક્સપાયરી ડેટ લખવી ફરજિયાત

પશુપાલન અને ડેરી વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ મેશ્રામે જણાવ્યું કે પહેલા ખોરાકની સુરક્ષાથી જોડાયેલા નિયમોનું પાલન યોગ્ય રીતે થતું ન હતું અને ઘણા ગ્રાહકોને તે નિયમો વિશે જાણ નહોતી. આવી સ્થિતિને કારણે આ કડક પગલાં લેવામાં આવ્યા છે.

યોગી સરકારનો કડક આદેશ : ઈંડા વેચતા પહેલા તેના પર એક્સપાયરી ડેટ લખવી ફરજિયાત
| Edited By: | Updated on: Mar 17, 2026 | 3:30 PM

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં આવતા મહિને 1 એપ્રિલથી ઈંડા ઉત્પાદકો માટે નિયમ લગાવવામાં આવશે જેમાં ઈંડા વેચતા પહેલા તેની પર એક્સપાયરી ડેટ લખવી. આ નિયનનો મુખ્ય ઉદ્દેશ ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોમાં જાગૃતિ વધારવી છે.

પશુપાલન વિભાગ દ્વારા આપેલી જાણકારી મુજબ, એક્સપાયરી ડેટ સાથે-સાથે ઈંડા પર તે તારીખ પણ લખવી પડશે જ્યારે તે આપવામાં આવ્યા હતા. વિભાગના મુખ્ય સચિવ, મુકેશ મેશ્રામએ જણાવ્યું કે જે વેપારી અને કિસાન આ નિયમનું પાલન નહીં કરે તો તેમના પ્રોડક્ટને નષ્ટ કરી દેવામાં આવશે અથવા તો “માનવ ઉપયોગ માટે અનુકૂળ નથી” તેવો લેબલ લગાવી દેવામાં આવશે.

નિયમનું પાલન ના કર્યું તો શું થશે?

વિભાગનું કહેવું છે કે, જો વેપારી અને કિસાન આ નિયમનું પાલન નહીં કરે તો, તેમને દંડ અથવા તો સજા થઈ શકે છે. આ નિયમને કડકપણે લાગુ કરવામાં આવે તો નિયમ મુજબ યોગ્ય ન હોય એવા ઈંડાઓને નષ્ટ કરવામાં આવી શકે છે અથવા તે ઈંડાઓ પર ‘માનવ માટે ખાવા માટે યોગ્ય નથી’નો લેબલ લગાવવામાં આવી શકે છે. પશુપાલન વિભાગના અધિકારીઓએ આ નવા નિયમનું પાલન કરવાની મહત્વતા પર ભાર મુક્યો છે.

સુરક્ષિત રીતે ઈંડા ખાવાનો નિયમ

એક રિસર્ચ અનુસાર, ઇંડાને લગભગ 30 ડીગ્રી સેલ્સિયસ સામાન્ય તાપમાન પર રાખવામાં આવે તો, તે બે અઠવાડિયા સુધી સુરક્ષિત રીતે ખાઈ શકાય છે. સાથે જ ઇંડાને 2 થી 8 ડીગ્રી સેલ્સિયસની વચ્ચેના તાપમાનમાં રાખવામાં આવે છે તો, તેને પાંચ અઠવાડિયા સુધી સુરક્ષિત રીતેખાઈ શકાય છે. આથી સ્પષ્ટ થાય છે કે ઇંડાને તાજા અને ગ્રાહકો માટે સુરક્ષિત રાખવા માટે તેને યોગ્ય રીતે સ્ટોર કરવા કેટલા જરૂરી છે. મોટા ભાગના નાના દુકાનદારો અને વેપારીઓ ઇંડાને ઠંડા સ્ટોરેજમાં રાખતા નથી, જેના કારણે ઇંડા જલદી ખરાબ થઈ જાય છે. હવે લેબલ લાગવાથી ગ્રાહકો પોતે ચેક કરી શકશે અને જૂના સ્ટોક ખરીદવાથી બચી શકશે.

ઇંડા સાચવવામાં આવતી મુશ્કેલીઓ

ખાદ્ય સુરક્ષા અને ઔષધિ પ્રશાસન દ્વારા નક્કી કરેલ નિયમો મુજબ, ઈંડાને કોલ્ડ સ્ટોરેજમાં શાકભાજી સાથે ના રાખવા જોઈએ, કારણ કે બંનેને અલગ-અલગ તાપમાનની જરૂરિયાત હોય છે. હાલમાં, ઈંડાને યોગ્ય રીતે કોલ્ડ સ્ટોરેજમાં રાખવા માટે દેશમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરઉપલબ્ધ નથી. ઉત્તરપ્રદેશની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં આવી સુવિધાઓ માત્ર ૨ જગ્યાઓ (આગ્રા અને ઝાંસી) પર જ ઉપલબ્ધ છે. જોકે એવામાં જરૂરી ઇનફ્રાસ્ટ્રક્ચરની અછતને ધ્યાનમાં રાખીને, ઈંડા પર નવા નિયમો મુજબ મોહર લગાવવી સપ્લાયર્સ માટે પડકારરૂપ બની શકે છે. પશુપાલન અને ડેરી વિભાગના મુખ્ય સચિવ, મુકેશ મેશ્રામે જણાવ્યું કે પહેલા ખોરાકની સુરક્ષાથી જોડાયેલા નિયમોનું પાલન યોગ્ય રીતે થતું ન હતું અને ઘણા ગ્રાહકોને તે નિયમો વિશે જાણ નહોતી. ઈંડા પર એક્સપાયરી ડેટ લગાવવાનો ઉદ્દેશ ગ્રાહકોને તાજા ઈંડા ઉપયોગ કરવા અને સુરક્ષિત રીતે ખાવાના યોગ્ય રીતો વિશે જાણકારી આપવાનો છે. તેમણે આગળ જણાવ્યું, આ જોવા મળ્યું કે ઘણા મામલાઓમાં નિયમોનું પાલન થતું નહોતું. ગ્રાહકો પણ આ વિશે અજાણ્યા હતાં.

હવે નવી વ્યવસ્થા હેઠળ પશુપાલન વિભાગે તમામ ઈંડા ઉત્પાદનકર્તાઓ, દુકાનદારો અને વેપારીઓને પહેલાથી તૈયારી કરવાની સલાહ આપી છે. ઈંડા પર લેબલ લગાવવાની વ્યવસ્થા કરવી પડશે અને નિયમોનું કડકપણે પાલન કરવું પડશે. આ નિર્ણય ફક્ત એક આદેશ નથી, પરંતુ ગ્રાહક સુરક્ષા અને ખોરાકની પારદર્શકતાની મજબૂત કડી છે.

Breaking News: ભારતમાં ઈંડાની કિંમતમાં ઘટાડો, 7 રુપિયાથી ઘટીને 5 રુપિયા થયો ભાવ, જાણો ઘટાડા પાછળ શું છે કારણ?

Published On - 3:29 pm, Tue, 17 March 26